________________
મોક્ષમીમાંસા
૧૦૯
ષસ્થાનકમાં આત્મા નિત્ય છે એમ બીજે સ્થાનકે જણાવ્યું છે જે મોક્ષ તત્ત્વ છે. પાંચમા સ્થાનકે તેને જ મોક્ષ કહ્યું છે. અનિત્યનો પ્રવાહ કાઢી નાંખવો તે મોક્ષ છે. નવતત્ત્વની વિચારણા કરતાં શાસ્ત્રકાર મહર્ષિ જણાવે છે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, જે અનિત્ય તત્ત્વો છે તેને આશ્રવથી અટકી, સંવરમાં રહી, નિર્જરા કરી, બંધનો તોડી સત નિત્ય શાશ્વત એવાં મોક્ષ તત્ત્વને પ્રાપ્ત કરવું કે જેનાથી જીવ મટીને શિવ થવાય. પરમાત્મ સ્વરૂપ આત્મા પરની અશુદ્ધ અવસ્થા દૂર થતાં શુદ્ધાત્મા પરમાત્મ સ્વરૂપે પ્રગટાવે તે મોક્ષ. પૂર્ણ નિર્જરા એટલે મોક્ષ.
મોક્ષના માર્ગે જ મોક્ષની પ્રાપ્તિ છે. આ માટે તીર્થકરોએ મોક્ષમાર્ગ માટે આવશ્યક બે સીડીઓમાંની એક જે ૧૪ ગુણસ્થાનકો છે તેનું સુંદર નિરૂપણ કર્યું છે. તેથી મૂળમાં જેના મોહથી દેહભાવ, દેહમમત્વ જ અજ્ઞાનવશ છે તે દેહભાવ, દેહાધ્યાસ ત્યજી આત્મભાવમાં રમતાં રમતાં તદાકાર થતાં વિદેહી થઈ અદેહી, અશરીરી થવાનું છે. આવા સુંદર મોક્ષમાર્ગનો સહુને યોગ સાંપડે અને બધાં જ જીવો મોક્ષ સમયાનુસાર પામે તેવી શુભ અભિલાષા.
(શુભાશુભ અધ્યયવસાયોથી કર્મોમાં સ્થિતિઘાત, રસઘાત, સંક્રમણ-અપવર્તના, ઉદ્વર્તનાદિથી તેમાં ફેરફારો અવશ્ય થઈ શકે છે જેનાથી મોક્ષમાર્ગ બનતો રહે છે. તેથી આત્માના મૂળ ૮ ગુણો જે કર્માવરિત થયેલાં છે તેને કેન્દ્રમાં રાખી સંપૂર્ણ અધ્યાત્મશાસ્ત્ર, યોગશાસ્ત્ર, અથવા સર્વ આગમોએ આત્માને કેન્દ્રમાં, ધ્યાનમાં રાખી સંબોધિત કરે છે.) સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org