________________
મોલામીમાંસા
વિચારીએ કે સુખ શું છે? શેમાં છે ? ક્યાં કેવી રીતે તેનો ઉપભોગ કરાય, કોણ તે ભોગવે ? શું જડ પદાર્થો જેવાં કે પત્થર, ઈંટ, મકાન, મોટર, ગાડી વગેરે ભોગવે ? જેમ નિર્જીવ, જડ પદાર્થો ભોગવી ન શકે તેમ સુખદુઃખાદિની અનુભૂતિ માત્ર જીવને જ થઈ શકે.
સુખ ભોગવનાર આત્મા છે. શરીર પણ નહીં. મડદાને શરીર છે તે ભોગવે ? આત્માના જે ગુણો ગણાવાય છે તેમાં એક અનન્ત સુખ, અવ્યાબાધ સુખ છે. જડ નિર્જીવથી જુદા પાડનારું તત્ત્વ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, અનન્તવીર્ય, અવ્યાબાધ સુખ છે. સુખનો ભોકતા, અનુભવનાર, ફક્ત આત્મા છે. સંસારના સુખ માટે ત્રણ કારણો શરીર, ઈન્દ્રિયો, મન છે. પાંચ ઈન્દ્રિયો દ્વારા ૨૩ વિષયો, ભોગવે તેથી, શરીર દ્વારા માત્ર વૈષયિક સુખો અને મનથી માનસિક સુખો જ ભોગવાય. આ સાધનો દ્વારા જે કંઈ સુખ-દુઃખાદિ ભોગવાય તેનો ઉપભોક્તા અનુભવનાર માત્ર આત્મા જ છે. મૃતને શરીર, ઈન્દ્રિયાદિ છે છતાં પણ તે કેમ અનુભવતો નથી ? ભોગવતો નથી ? આ બધાંનો અધિષ્ઠાતા ભોક્તા હવે નથી રહ્યો, તે ચાલ્યો ગયો, નવું શરીરાદિ ધારણ કર્યા, ઈન્દ્રિયાદિ જડ બનીને પડી રહી છે. ભોક્તા આત્મા ચાલ્યો ગયો. જુનાં વાસાંસિ ત્યજી નવાં ધારણ કરવા ચાલી ગયો. ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠ ધ્યાનમાં બધી ઈન્દ્રિયો બંધ છે. શરીર સ્થિર કર્યું છે, મનનો વિરોધ કરેલો છે. અત્રે જ્ઞાનયોગમાં જે અનુભૂતિ થાય તે ભોગવનાર આત્મા છે. સુખ સાધન સામગ્રીમાં નથી. એકને તેથી સુખ થાય બીજાને દુઃખ. જેવી રીતે સાકર માનવીને પ્રિય, ગધેડાને અપ્રિય. જેની પાસે અઢળક સુખના સાધનો, સંપત્તિ, વાડી, ગાડી, લાડી, પુત્ર, પત્ની પરિવાર વિપુલ હોવા છતાં પણ ભારે દુઃખી. જ્યારે સંસારને સલામ ભરનાર સાધુને કહ્યું તેમાંનું નથી છતાંયે ભારે સુખી છે ને ? તેમની સમતાના સુખ સામે સ્વર્ગ-સંસારના સુખ નગણ્ય છે, તુચ્છ છે. પ્રશમરતિમાં પૂજ્ય વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજ જણાવે છે કે -
સ્વર્ગ સુખાતિ પરોક્ષાણ્યત્યન્ત પરીક્ષમેવ મોક્ષ સુખમ્ | પ્રત્યક્ષ પ્રથમ સુખ ન પરવશ ન વ્યય પ્રાપ્તમ્ |
હવે કેવું સુખ ગમે, જોઈએ ? જે સ્વાધીન હોય, ક્ષણિક નહીં પણ શાશ્વત હોય. વૈષયિક, ભૌતિક, પૌદ્ગલિક નહીં પરંતુ આત્મિક, આધ્યાત્મિક હોય. શારીરિક, એન્દ્રિય, માનસિક નહીં પણ આત્મિક હોવું ઘટે. અનન્ત હોય.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org