________________
મોક્ષમીમાંસા
“કિઈ જીએણ જણ તો ભક્નએ કમ્મ'. વળી શ્રી ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થ સૂત્રમાં આ વાત આ રીતે રજૂ કરી છેઃ
કાય-વામનઃ કર્મયોગ:' કાયા, વચન, મનની ક્રિયાથી કર્મયોગ છે. વળી “મનઃ એવા મનુષ્યાણાં કારણ બંધમોક્ષયોઃ'-પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાતમી નરકમાંથી પલકારામાં કેવલ્ય અને મોઢામાં ગ્રહણ ન કરવા છતાં પણ તંદુલિયો મત્સ્ય સાતમી નરકે તેના બે ઉદાહરણો અત્રે રજૂ કર્યા છે.
મોક્ષ મેળવ્યા પછી અશરીરી હોવાથી, શરીરથી સર્વ પ્રવૃત્તિઓ, કષાયો, અધ્યયવસાયાદિના અભાવે કર્મવિહત અયોગ સ્થિતિ નિત્ય, નિરંતર, શાશ્વત સ્થિતિ ભોગવવાની હોય છે.
આ પ્રમાણે વિચારવિમર્શના સાર સંક્ષેપમાં જણાવવું હોય તો મોક્ષ એ જીવાત્માની એક ચરમાવસ્થા છે. મોક્ષ માનવા માટે આત્માને માનવો જ પડે. આત્માની ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અવસ્થામાંથી પ્રથમ બે એટલે સંસાર અને તેની ધ્રુવાવસ્થા તે જ મોક્ષ. જે આત્મસ્વરૂપે છે તે મોક્ષ છે. માટે મોક્ષમાં આત્મા સદાય ધ્રુવ-નિત્ય સ્વસ્વરૂપે છે. તેથી કર્મસંયુક્ત અશુદ્ધ આત્મા તે સંસારી; જે સંપૂર્ણ કર્મો વિહીન બની જાય ત્યારે તેને મુક્તાત્મા કહેવાય, સિદ્ધાત્મા કહેવાય. આથી આત્માને સ્વીકારીએ તો જ મોક્ષ મનાય નહીતર ન મનાય.
હવે જે જે દર્શનો જેવાં કે ખ્રિસ્તી ધર્મ, ઈસ્લામ ધર્મ, ચાર્વાક, બૌદ્ધનૈયાયિકાદિ અનાત્મવાદી દર્શનો તેઓ આત્માને જ માનતા નથી તો પછી મોક્ષની વાત જ દૂર રહી. આત્મ તત્ત્વ સ્વીકારીએ તો જ મોક્ષ તત્ત્વ સ્વીકારાય, બીજી રીતે મોક્ષ તત્વ માનતા આત્મા તત્ત્વ આપોઆપ સ્વીકૃત થઈ જાય. આત દર્શન આત્મવાદી અને મોક્ષલક્ષી ધર્મ તથા દર્શન છે.
આત્માનો સર્વથા અભાવ માનનારા બૌદ્ધો નિર્વાણ પછી આત્માનું અસ્તિત્વ માનતા નથી, તેઓ નરાત્મવાદી છે. જે વ્યાજબી નથી. નિર્વાણ પછી આત્મા ધૃવરૂપે નિત્ય રહે છે. સર્વથા તે નાશ પામતો નથી. દીવો ઓલવાયા પછી પરિણામોત્તર પામે છે, અંધકારમાં પરિણમે છે જે જોઈ શકાય છે. જેમકે આ ઓરડામાં અજવાળું છે, અહીં અંધારું છે. દીવો નવા સ્વરૂપે આપણી આગળ આવે છે. તે સર્વથા નાશ નથી પામતો. તેવી રીતે આત્મા પણ જ્યારે મોક્ષ પામે છે, પરિનિર્વાણ પામે છે ત્યારે નાશ ન થતાં અવ્યાબાધ, આત્યંતિક સુખરૂપ નવા જ પરિણામાન્તરને ધારણ કરે છે જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સર્વ પ્રકારના
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org