________________
મોક્ષમીમાંસા
૮૧
કર્મરહિત, દેહરહિત અશરીરી અવસ્થામાં આવે છે. જેને મોક્ષ કહી શકાય. તેથી નિર્જરા મોક્ષ નથી પણ નિર્જરા વડે મોક્ષ સાધ્ય થઈ શકે. સાધ્ય એવા મોક્ષ તત્ત્વ માટે નિર્જરા સાધન છે. તેથી તેને નવ તત્ત્વમાં બંને સ્વતંત્ર, ભિન્નભિન્ન ગણાવ્યા છે. કૃત્ન કર્મક્ષય: મોક્ષ: એમાં કૃત્ન એટલે સંપૂર્ણ, સદંતર તેથી સર્વ કર્મનો સંપૂર્ણ ક્ષય તે મોક્ષ.
નમસ્કાર મહામંત્ર નવકારમાં સવ્વપાવપ્પણાસણો પણ તે જ અર્થ સૂચવે છે. વળી એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આઠ કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ સુનિશ્ચિત મર્યાદાવાળો હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અંતરાય, વેદનીય ૩૦ ક્રોડાકોડી સાગરોપમ, નામ-ગોત્ર ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમ, મોહનીય ૭૦ ક્રોડાકોડી સાગરોપમ તથા બધાંનો આયુષ્ય સાથે કર્મની સ્થિતિ ધ્યાનમાં લેતાં તે ૨૩૦ સાગરોપમ+૩૩ સાગરોપમ કુલ ૩૩,૦૦,૦૦૦ સાથે ગણતાં તે થવા જાય છે. જે નિગોદના જીવો માટે શકાય છે.
આ કાળ તો એક વાર બાંધેલા કર્મોનો છે. આપણે પ્રત્યેક સમયે કર્મ બાંધીએ છીએ. આવક વધારે છે, જાવક તેની સરખામણીમાં ઘણી ઓછી છે. પલકારામાં અસંખ્ય સમયોમાં દર સમયે જીવ સાત સાત કર્મ બાંધે છે. જે સામાન્ય સ્થિતિમાં ઓછી હોઈ શકે; પરંતુ તીવ અધ્યયવસાયમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. રોજ-રોજ આ સ્થિતિ ચાલુ છે. કર્મોનો પ્રવાહ વણરોક્યો વહ્યા જ કરે છે. આશ્રવ, સંવર, નિર્જરા. કર્મો જેમ આ જન્મના છે તેમ ગત જન્મોના પણ છે. તેથી અનન્તા જન્મમાં જીવે અનન્તા કર્મો બાંધ્યા છે. પ્રથમ ક્યારે બાંધ્યા તે શોધવું આસાન નથી. નિગોદ અવસ્થામાં અસંખ્ય જન્મો થયા. એક સમયમાં ત્યાં ૧૬ વાર જન્મ અને ૧૭ વાર મૃત્યુ થાય છે. ત્યાંથી નીકળી ત્યારે ગતિમાં ૮૪ લાખ યોનિમાં ભટકતા, કૂટાતા અસંખ્ય જન્મ વીતી ગયા. તેથી તેનો છેડો શોધવો મુશ્કેલ છે. માટે જીવની સાથે કર્મોનો સંબંધ અનાદિ છે. અનાદિ કાળના કર્મો જેમ બાંધ્યા તેમ ક્ષય પણ કરતા ગયા. ચરમકાળમાં પ્રવેશી એક ક્રોડાક્રોડથી અસંખ્ય પલ્યોપમ ઓછો કરી સુપુરુષાર્થ કરી ચોથા અવિરતી સમ્યગુ ગુણસ્થાને આગળ વધતાં ક્ષપકશ્રેણિએ જો ચઢવાનું ભાગ્યમાં તથા ભવ્યત્વના પરિપાકે હોય તો ૧૩-૧૪ ગુણસ્થાને અક્ષયસ્થિતિ મોક્ષ સંભવે.
જેમ કુવા પર રેંટમાં પાણીથી ભરાતો અને ખાલી થતો ઘડો ઉપર નીચે સતત જાઆવ કરે છે તેમ આંશિક નિર્જરા, ફરી બંધની ઘટમાળા ઘડ્યા જ કરી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org