________________
re
મોક્ષમીમાંસા
છે. પરંતુ મોક્ષમાં ઈન્દ્રિયોની અપેક્ષા જ નથી કેમકે ઈન્દ્રિયાદિ સહાયક સાધન ત્યાં અનપેક્ષિત છે. તે ત્યાં જ્ઞાનધન છે. જેમ પરમાણું રૂપાદિ રહિત ન હોય તેમ આત્મા ક્યારેય પણ જ્ઞાનરહિત ન હોય. જેમ માતા અને વંધ્યા અવાસ્તવિક છે, તેમ મુક્તાત્મા જ્ઞાન વિના જ્ઞાનરહિત હોય જ નહીં. મુક્તાત્મા આત્મા હોઈ જ્ઞાનમય જ હોય. સંસારીના જ્ઞાન કરતાં મુક્તાત્માનું જ્ઞાન અનેકગણું હોય છે. તે કેવળજ્ઞાનધારી છે; પૂર્ણજ્ઞાની હોય છે.
શું મુક્તાત્મા અજીવ બને ? દ્રવ્યની મૂળભૂત સ્વાભાવિક જાતિ કોઈ પણ રીતે અત્યંત વિપરિત જાતિરૂપે બદલાય નહીં. જેમ આકાશની અજીવ, જડ, મૂળજાતિ જે સ્વાભાવિક છે તે કદાપિ બદલાય નહીં તેવી રીતે જીવની જીવત્વ, અમૂર્તત્વ, દ્રવ્યત્વ મૂળભૂત સ્વાભાવિક જાતિ બદલાય નહીં. અજીવત્વ જીવત્વથી અત્યન્ત વિપરિત હોઈ બદલાય નહીં. મુક્તાવસ્થામાં જીવની પર્યાયોમાંની આ એક વિશિષ્ટ પર્યાયાવસ્થા છે. સંસારી કે મુક્તાત્મા તરીકે જીવત્વ અને દ્રવ્યત્વ તેનું તે જ રહે છે. મોક્ષમાં જીવ અજીવ બની જાય તેવી મુક્તિ સિદ્ધાન્ત વિરૂદ્ધ છે. જેમ દ્રવ્યત્વ નથી બદલાતું તેમ દ્રવ્યના ગુણ બદલાતા નથી. આત્માના જ્ઞાન-દર્શન-ઉપયોગાત્મક મૂળભૂત ગુણો સનાતન છે જે અજીવથી જુદાપણું બતાવે છે; જીવની વિભિન્ન અવસ્થા વિશેષમાં આવરણો આવે ને જાય. જ્ઞાનદર્શનાદિ આરિત થાય પણ નાશ ન પામે તેથી મુક્તાત્માને અજીવ માનવાની આવશ્યકતા નથી. ‘જડા ચ મુક્તિ’ વાળો મત મુક્તિ જડાત્મક માને છે જે માન્યતા રાખનારા નેયાયિકો હતભાગી છે. આત્માથી જ્ઞાનને ભિન્ન માની આત્મામાં ઉત્પન્ન પણ થાય અને નષ્ટ થાય; જ્ઞાનવાળો આત્મા જ્ઞાનરહિત થાય તેમ માનવું કૃત્રિમ છે, હાસ્યાસ્પદ છે. તેથી મુક્તિને જડ માનવી અયોગ્ય છે. ગુણો મૂળભૂત દ્રવ્યમાં જ રહેલાં છે, ભિન્ન નથી. જ્ઞાનગુણ આત્મામાં બહારથી નથી આવતો સ્વદ્રવ્યાંતરગત હોય છે, રહે છે. સંસારી અવસ્થામાં આઠ પ્રકારના આવરણોથી તે ગુણ આવરિત થઈ જાય, આવરણો હઠી જતાં જેમ વાદળો વિખરાતાં સૂર્ય પૂર્ણ સ્વરૂપે પ્રકાશે તેમ આવરણો હઠતાં આત્મા સોળે કળાએ જ્ઞાનાદિ ગુણો વડે ઝળહળે, મૂળ સ્થિતિમાં આવીને જ રહે. પાંચ પ્રકારના જ્ઞાનમાં મતિ અને શ્રુત પરોક્ષ જ્ઞાનમાં આત્મા ઈન્દ્રિયોની મદદથી જુએ-જાણે છે; ઈન્દ્રિયો અને મનથી જ્ઞાન થતું નથી. તેઓ મૂળ સ્રોત નથી સાધન છે. તે બંને જડ છે. તેને જ્ઞાન નથી. જ્ઞાન આત્માને થાય છે. જોનાર જાણનાર આત્મા છે. જ્ઞાનથી જડનું ભેદક જ્ઞાન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org