________________
૯૮
જૈન ધર્મના પુષ્પગુચ્છ પાણીમાં. ૧૪ ગુણ સ્થાનકોમાંથી નવમા ગુણસ્થાનકે વેદ અને મોહનીયનો ક્ષય થતાં સ્ત્રી પુરુષનો ભેદ જ્યાં રહે છે ? કેવળજ્ઞાન આત્માને થાય છે નહીં કે શરીરને. મલ્લીનાથ, મરુદેવીમાતા, ચંદનબાળા, મૃગાવતી વગેરે સ્ત્રીઓ જ હતી ને ?
સ્ત્રી મોક્ષે ન જાય, ન જઈ શકે તેવી માન્યતા ધરાવનારો પક્ષ છે. આ અવસર્પિણીના છેલ્લા તીર્થકરના કેવળજ્ઞાન કલ્યાણક પછી બાર વર્ષના દુકાળ પછી સાધુસમુદાય છૂટો છવાયો થઈ ગયો. કંઠસ્થ સાહિત્ય વેરવિખેર થઈ ગયું. ત્રણ વાચના પછી પણ ક્યાંક એકવાક્યતા ન જણાતા કેટલાકે આગમોના પ્રામાણ્ય વિષે શંકા કરી. તેઓ તેની યથાર્થતા સ્વીકારવા આનાકાની કરવા લાગ્યા. નવું સાહિત્ય સ્વમતાનુસાર રચ્યું. બીજું તેઓ સ્ત્રી મોક્ષે ન જઈ શકે તે દિગમ્બર સમ્પ્રદાય પ્રમાણે શરીર પર વસ્ત્ર પણ ન હોવું જોઈએ. સ્ત્રી દિગંબર ન રહી શકે તેથી દીક્ષા ગ્રહણ ન કરી શકે. અને તેથી પ્રાપ્ત થનારું છછું ગુણસ્થાનક ન હોય. વળી સ્ત્રીની બગલાદિમાં સૂક્ષ્મ જંતુ ઉત્પન્ન થાય તેથી તે માટે લાયક ન ગણાય. પરંતુ સિદ્ધપ્રાભૃત શાસ્ત્રમાં કહ્યું છે કે સૌથી થોડા
સ્ત્રીતીર્થ કર સિદ્ધ હોય...સ્ત્રીતીર્થ કરના શાસનમાં નોસ્ત્રીતીર્થકર સિદ્ધ સંખ્યાતગુણ...નપુસકલિંગમાં સિદ્ધ તીર્થંકરો થતા નથી, જ્યારે પ્રત્યેક બુદ્ધ તો પુલિંગ જ સિદ્ધ) હોય (સ્ત્રી-નપુંસક સિદ્ધ નહિ. (પરમતેજ ભાગ-૨, પૃ. ૩૪૮.)
પરંતુ નવમા ગુણસ્થાનક પછી લિંગનું મહત્ત્વ જ રહેતું નથી. તેની પેલી પાર આત્માના ગુણનો વિકાસ થઈ ગયો હોય છે. આત્મા નથી સ્ત્રી કે પુરુષ, તે તો માત્ર શરીર રચના પર આધારિત છે.
દિગમ્બર સંપ્રદાયમાં ૧૯મા તીર્થકર સ્ત્રી હતા તે તેઓ માનતા નથી. તેનો પુરુષ તરીકે સ્વીકારે છે. પરંતુ સૌ પ્રથમ સ્ત્રી તરીકે મોક્ષે જનાર વ્યક્તિ તે આ અવસર્પિણના ભગવાન ઋષભદેવના માતુશ્રી માતામરુદેવી હતા જેમણે પુત્ર કરતાં પહેલા જઈ મોક્ષ મહેલ ખુલ્લો મૂક્યો હતો. આ ૨૪ તીર્થકરો પૈકી ૧૯મા તીર્થકર મલ્લિનાથ સ્ત્રી જ હતા ને ? શ્વેતામ્બર સંપ્રદાયમાં ચંદનબાળા, મગાવતીજી મોક્ષે ગયાની માન્યતા છે. વળી આગામી ઉત્સર્પિણીમાં સુલસા, રેવતી નિર્મમ અને સમાધિ નામના અનુક્રમે તીર્થકરો થશે.
ચાલુ અવસર્પિણીમાં ૧૯મા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાન સ્ત્રી તરીકે તે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org