________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૧૦૨
અહીં તેવી વ્યાપ્તિ સિદ્ધ થતી નથી. અતિ ઉત્કૃષ્ટ શુભધ્યાન અને અતિ રોદ્રધ્યાનને વ્યાપ્તિ નથી. વ્યાપ્ય વ્યાપકભાવ નથી. વ્યાપ્તિ સિદ્ધ થાય તો સ્વકાર્ય મોક્ષકારી ઉત્કૃષ્ટ શુભધ્યાન હોવા છતાં સ્વકાર્ય સપ્તમનરકગમનકારી અતિ તીવ્ર રૌદ્રધ્યાન પણ હોય જ. અતિ શુભધ્યાન કરતાં અતિ તીવ્ર રૌદ્રધ્યાન આવી પડ્યું. એટલે તીવ્ર કર્મબંધ, સકળ કર્મક્ષયરૂપ મોક્ષ બને કેમ ? પરમ પુરુષાર્થ મોક્ષ અટકી જાય. કોઈનો મોક્ષ નહિ. સ્ત્રીનો મોક્ષ અટકાવતાં પુરુષનો પણ મોક્ષ નહિ, ઓલામાંથી ચૂલામાં પડ્યાં ! જેમ ઉત્કૃષ્ટ શુભ ધ્યાનવાળાને અતિ રોદ્રધ્યાન નથી, વ્યાપ્તિ નથી, સ્ત્રીને ઉત્કૃષ્ટ શુભધ્યાન માટે બાધા નથી. સ્ત્રીમાં સપ્તમ નરક યોગ્ય ધ્યાનની તાકાત ન હોય તો મોક્ષ પ્રાપ્તિ યોગ્ય ધ્યાનની તાકાત ક્યાંથી હોઈ શકે ? ઉપર પ્રમાણે વ્યાપ્તિનો બાધ આવશે.
પાંચમાં આરામાં બીજી નરકથી નીચે લઈ જનારા રૌદ્રધ્યાનની તાકાત નથી તેમ ચોથા દેવલોકથી ઉ૫૨ લઈ જનારા શુભધ્યાનની તાકાત પાંચમાં આરામાં ક્યાં છે. સમજવા જેવું એ છે કે તાકાત એટલે શું ? સંઘયણ બળ જ ને ? પાંચમાં આરામાં પહેલું વજ્રૠષભનારાચ સંઘયણ નથી તેથી ૭મી નરકનું આયુષ્ય બાંધી શકે નહીં તેમ, શુકલધ્યાન-ક્ષપક શ્રેણિ નહીં.
જે સ્ત્રી ચોથા આરામાં કે મહાવિદેહમાં જન્મેલીને છઠ્ઠી નરકે જવાની યાને વજ્રૠણનારાચ સંઘયણ છે જે હોવાથી તો એનામાં એથી શુકલધ્યાન-ક્ષપકશ્રેણિ માંડવાની તાકાત છે. તો પછી મોક્ષ કેમ નહીં? સ્ત્રી અતિ ક્રૂર મતિયુક્ત ન હોવા છતાં રતિ વિષયાનંદની લાલસાવાળી સારી નહીં જ પરંતુ ઉપશાંત મોહવાળી નથી જ હોતી એવું નથી. ઉપશાંત મોહવાળી અશુદ્ધ ચારિત્રવાળી નિંધ છે. તે શુદ્ધ ન હોઈ શકે એવું પણ નથી. શુદ્ધ ચારિત્રવાળી, ઔચિત્ય જાળવવું, અપકાર ન કરવો, ઉપકાર કરવો વગેરે આચારો તેનામાં હોઈ શકે. પરંતુ તેવી સ્ત્રી અશુદ્ધ શરીરવાળી સારી નહિ. કેટલીક શુદ્ધ શરીરવાળી હોય છે. તેનામાં બગલ, સ્તનાદિ ભાગોમાં કર્મોની અનુકૂળતાવશ ગંદવાડ વગેરે નથી હોતા. શુદ્ધ શરીરવાળી વ્યવસાય-ઉદ્યમ વગરની ગહ્ય છે. બધી આવી સ્ત્રીઓ વ્યવસાય વગરની નથી હોતી; કોઈક પરલોકસંબંધી વ્યવસાયવાળી હોય છે. શાસ્ત્રાનુસાર વ્યવસાયમાં વ્યસ્ત હોઈ શકે છે. તેવી સ્ત્રીનો નિષેધ કેમ કેવી રીતે કરાય ? પુરુષની જેમ મોહ-મોહનીય કર્મ સ્ત્રી માટે લગભગ દબાઈ જવાનું કલ્પી શકાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org