________________
મોક્ષમીમાંસા
૧૦૧ તીર્થકરનો અપવાદને બાદ રાખી તીર્થકરો પુરુષો જ છે. ગણધરો ૨૪ તીર્થકરોના સકલ દ્વાદશાંગીના ધારક ૧૪ પૂર્વધરો હંમેશા પુરુષો જ હોય છે. સર્વકાળે ગચ્છાધિપતિ તથા ચતુર્વિધ સંઘના નેતા પુરુષો જ હોય છે. પખંડના અધિપતિ ચક્રવર્તી પણ પુરુષ જ બને. ચિરકાળની દીક્ષિત સાધ્વી આજના દીક્ષિત સાધુને વંદના કરે. પુરુષ પ્રધાન ધર્મમાં પણ પ્રથમ નર પદ મૂક્યું. નર-નારી કહેવાય નારી-નર નહીં ને? છતાં પણ કલ્પસૂત્રમાં નોંધ્યું છે કે અનંતાનંત પગલપરાવર્તકાળમાં સ્ત્રી તીર્થકર થવાની ઘટના ૧૦ આશ્ચર્યોમાંની એક એવી ઘટના છે.
સ્ત્રીને મોક્ષ નહીં, તે માટે તેને અધિકાર નથી તે મતનું ખંડન તથા તેને તે મળે તે ચાપનીય મત કેવી રીતે કરે છે તે તપાસીએ. સ્ત્રીને વસ્ત્ર રાખવા પડે તે પરિગ્રહથી ચારિત્ર જ નહીં તો મોક્ષની શી વાત? આ ચાપનીય મત દિગંબરોની પ્રાચીન શાખા છે. તેની શરૂઆત “ણો ખલુ ઇન્થિ અજીવો' વગેરે પાઠથી કરે છે. આ જીવનો મોક્ષ ન થાય પણ સ્ત્રી જીવ છે. જીવ સાથે ધર્મસાધકત્વનો નિયમ નથી. અભવ્યો ઉત્તમ ધર્મસાધક નથી હોતા તે બરોબર.
સ્ત્રી બધી અભવ્ય નથી હોતી. સંસાર પર વૈરાગ્ય, મોક્ષ અને મોક્ષસાધક ધર્મ પ્રત્યે અદ્વેષ, ધર્મશ્રવણેચ્છા વગેરે હોઈ શકે છે. બધી જ સ્ત્રીઓ સમ્યગ્દર્શનની વિરોધી નથી હોતી. તે થતાં આસ્તિક્ય-અનુકંપા-નિર્વેદ-સંવેગ-શમ પાંચ લક્ષણ સ્ત્રીમાં દેખી શકાય ને? મનુષ્યતરમાં મોક્ષ નથી. બધીજ સ્ત્રી જાતિ મનુષ્યતર નહીં પણ માનુષી હોય છે. મનુષ્યોને હોય તેવાં વિશિષ્ટ અવયવો હોય છે. બધી જ સ્ત્રી અનાર્ય દેશમાં જન્મતી નથી. આર્ય દેશમાં પણ જન્મે છે. આર્ય દેશમાં અસંખ્ય વર્ષના આયુષ્યવાળી યુગલિક નથી હોતી. સંખ્યાના આયુષ્યની હોઈ શકે છે. સ્ત્રીઓ બધી ક્રૂર નથી હોતી જ કારણકે સાતમી નરકનું કારણ રૌદ્ર ધ્યાન તેમને નથી હોતું. વળી ઉત્કૃષ્ટ શુભ ધ્યાન વાળી હોઈ શકે જેથી સાતમી નરક આયુષ્યના રોદ્રધ્યાન સાથે વ્યાપ્તિ નથી. સાતમી નરક અતિ સંકિલષ્ટ રોદ્રધ્યાનનું સ્થાન છે પણ સ્ત્રી ત્યાં જઈ શકતી નથી કેમકે “ષષ્ઠી ચ સ્ત્રિય”. સાતમી નહીં તો રૌદ્રધ્યાન પણ નહીં. તો પછી શુભધ્યાન નહીં ને? શુભધ્યાન અને સાતમી નરકને અવિના ભાવ સંબંધ નથી. સ્ત્રીમાં જો વ્યાપકીભૂત અથવા કારણભૂત પ્રસ્તુત રૌદ્રધ્યાન નથી તો વ્યાબીભૂત યા કાર્યભૂત ઉત્કૃષ્ટ શુભધ્યાન ન હોય તો મોક્ષ પણ નહીં. વ્યાપ્તિ સિદ્ધ હોય તો જ આમ રજુ કરી શકાય.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org