________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૯૬
શેત્રુંજય, ગિરનાર, તારંગા, આબુ, તથા જેને ૧૪૦૦ સ્તંભો છે તેવું અદ્વિતીય તીર્થ રાણકપુરાદિ આ વૃષ્ટિ ઝીલવાના સુવર્ણ પાત્રો છે. એથી કાંકરે કાંકરે તેઓની કૃપાવૃષ્ટિ ઝીલી શકાઈ છે ને ? કેમકે જે ભૂમિ પરથી આત્માઓ સિદ્ધ થયાં છે તેના શુદ્ધ, પવિત્ર, પાવન કરનારા પરમાણુઓ વિદ્યમાન હોવાથી તીર્થોની મહત્તા વધી જાય છે. તેથી શું આમ નહીં કહેવાયું હોય કે અન્ય ક્ષેત્રે કૃતં પાપં તીર્થક્ષેત્રે વિનશ્યતિ. માટે જ આવી સુંદર કલ્યાણક ભૂમિઓની તીર્થયાત્રા કરવાનો શાસ્ત્રમાં આદેશ છે ?
સિદ્ધશિલા ૪૫ લાખ યોજનની છે તેનું કારણ નીચે મનુષ્ય લોકમાંથી અઢી દ્વીપમાં આવેલાં દ્વીપ-સમુદ્રોનું ક્ષેત્ર પણ ૪૫ લાખ યોજન છે. અઢી દ્વીપમાંથી બહારના સ્થળેથી મુક્તિના દ્વાર બંધ છે કારણ તે દ્વીપ-સમુદ્રોમાં મોટા મોટા તિર્યંચ પશુ-પક્ષીઓ આવેલાં છે. ફક્ત તેમની જ વસતી છે. મનુષ્યેત્તર મોક્ષ પામી શકે નહીં.
એક શંકા થાય છે કે અનાદિ કાળથી અનન્ત જીવો મોક્ષે ગયા છે. અશરીરી છતાં પણ તે સ્થાન યોગ્ય સ્વરૂપ ધારણ તો કર્યું પણ આટલા સંકુચિત સ્થાનમાં એક ઠેકાણે સ્વસ્વરૂપ ધારણ કરી એક બીજાની સાથે સંઘર્ષ ન થાય, અથડામણ ન થાય, એક બીજા ભીચડાઈ ન જાય તે કેવી રીતે શક્ય બને. આગળ જોયું કે ગેસ ભરેલો ફુગ્ગો સીધો છતની ટોચે સ્થિર રહે છે, અનેકાનેક દીપશિખાઓ એક ઓરડામાં જેવી રીતે પરસ્પર બાધાદિ ન કરતાં સ્વતંત્ર તેમજ એકત્રિત એક સ્થાને હોઈ શકે છે. દરેક દીપશિખાને જોઈએ ત્યારે બહાર લઈ શકીએ, દીપશિખા ભેગી તેમજ સ્વતંત્ર સમાવિષ્ટ થાય તેવી રીતે સિદ્ધશિલાની ટોચે અનન્ત સિદ્ધાત્માઓ વ્યક્તિગત તથા સામૂહિક રહી શકે ને ?
એક આત્મા એક સમયે સિદ્ધ થઈ જાય પછી બીજા, ત્રીજાની વચ્ચે કેટલું અંતર પડે ? એકના સિદ્ધ થયા પછી બીજો તરત જ બીજા સમયે સિદ્ધ થઈ શકે છે. આપણે જોયું તે પ્રમાણે એક જ સમયે આશ્ચર્યરૂપે અજીતનાથ સ્વામીના સમયે ૧૭૦ સિદ્ધ થયા હતા ને ? જો અંતર પડે તો છ મહિનાથી વધુ તો નહીં. બીજું આશ્ચર્ય એવું છે કે અનન્તાત્માઓ સિદ્ધશિલાએ પહોંચ્યા તેમને નમો સિદ્ધાણં નમો સયા સવ્વ સિદ્ધાણં એવા ટૂંકા મંત્રથી અનન્તાનંત સિદ્ધોને નમસ્કાર કરી પુણ્યોપાર્જન થઈ શકે. જેવી રીતે અત્રે ઉપસ્થિત રહી સકલતીર્થ વંદુ ઉચ્ચારિયે તો ૧૫ અબજ કરતાં વધુ જિનોને વંદનાદિ થઈ શકે છે ને ?
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org