________________
મોક્ષમીમાંસા
૯૧
તત્ત્વાર્થાધિગમની અંતિમ કારિકાઓ નિર્દેશ છે કે :
સંસારબીજે કાર્બેન મોહનીય પ્રતીયતે || તતોડત્તરાયજ્ઞાનાધ્વ દર્શનધ્યાના નાતરમ | મહીયતેવસ્ય યુગપતુ ત્રીણિકર્માણિ અશેષતઃ |
સર્વ પાપોના બાપ સમાન મોહનીય નષ્ટ થતાં અવાન્તર કર્મો ચપટી વગાડતાં ક્ષીણ થઈ શકે છે. તે માટેનું ઉદાહરણ આમ છે -
ગર્ભસૂચ્યાં વિનખાયાં યથા તાલો વિનશ્યતિ | તથા કર્મક્ષય યાતિ મોહનીયે ક્ષય ગતે !
સૂચિ વડે મધ્યમાં રહેલા તંતુનો નાશ થતાં તાડનું ઝાડ નાશ પામે તેમ મોહનીય નષ્ટ થતાં બાકીનાં સર્વ કર્મો ક્ષય પામે છે.
ધ્યાન અંગે કલ્યાણ મંદિર સ્તોત્ર તરફ વળીએ. ત્યાં ધ્યાનાજ્જિનેશ! ભવતો ભવિનાઃ ક્ષણેન દેહ વિહાય પરમાત્મદશાં વ્રજન્તિ (૧૫) વિશ્વવિકાસ હેતુ: (૩૦)
વળી અજ્ઞાન વયપિ સદેવ કથંચિદેવં જ્ઞાન ત્વપિ હુરતિ ૪૩-૪૪માં જણાવ્યું છે કેઃ તબિંબ નિર્મલ મુખાબુજબદ્ધલક્ષા...પ્રભાસ્વરાઃ સ્વર્ગ સંપદો ભુકવા | તે વિગલિતમલનિચયા, અચિરાક્નોક્ષ પ્રપદ્યન્ત ને ૪૪ સંસારને કાયમી તિલાંજલિ દઈ મુક્તાત્મા કેવી રીતે સિદ્ધ શીલાએ જાય છે
ચાર ઘાતી કર્મોના નાશથી નિમ્નલિખિત આમ પ્રાપ્ત થાય છે - મોહનીયના ક્ષયે વીતરાગતા પ્રાપ્ત થાય. જ્ઞાનાવરણીયના ક્ષયે અનન્ત (અક્ષય) કેવળજ્ઞાન પ્રાપ્ત થાય. દર્શનાવરણીયના ક્ષયે અનન્ત કેવળદર્શન પ્રાપ્ત થાય. અત્તરાયના ક્ષયે અનન્તાદિ લબ્ધિઓ, સિદ્ધિઓ પ્રાપ્ત થાય. અશરીરી એવો મુક્તાત્મા કેવો હોય તે વિષે જણાવે છે :સિદ્ધાણં નત્યિ દેહો, ન આઉ ન કમ્મ ન પામ જાણિઓ | સાઈ અનન્તા તેસિં, હિંઈ જિણાંદગમે ભણિયા IT
અનાદિનો ચાલ્યો આવતો કર્મસંયોગ નષ્ટ થયો તેથી શરીર, જન્મ, મરણ, સુખ, દુઃખાદિ ખતમ થયાં જેથી સર્વગુણો પૂર્ણપણે પ્રગટયા.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org