________________
જેન ધર્મના પુષ્પગુચ્છ ૫, ૧૦, ૧૦૦ દીવડાની જ્યોત સમાઈ શકે, દરેક સ્વતંત્ર રહી શકે છે. જ્યોતમાં જ્યોત ભળેલી લાગે પરંતુ દરેક દીવો આસાનીથી બહાર જ્યોત સાથે લઈ જઈ શકાય તેવી રીતે અનેકાનેક મોક્ષ પામેલા આત્માઓ સંકોચ અને એકબીજાને અડચણ ન કરે તેવી રીતે રહી શકે છે. આવી રીતે નિશ્ચિત સ્થાનમાં પોતપોતાનું શુદ્ધ સ્વરૂપ સાચવી નવી જગ્યાએ, નવી રીત, નવા ઢબે સંકોચ કે વિકાસાદિ વિકારને વશ ન થતાં એકબીજાને બાધા ન કરે તેવી રીતે નિત્ય, નિરંતર સદા માટે સ્વતંત્ર તેમજ બધાં સાથે ઘર્ષણ કર્યા વગર રહે તેવું સુંદર સ્થાન તે સિદ્ધશિલા છે.
મુક્તાત્માને કેવા પ્રકારનું સુખ ઉપલબ્ધ હોય. તેને અકૃત્રિમ, સ્વાભાવિક, પ્રકૃષ્ટ, વણાતીત સુખ હોય છે. અશરીરી છતાં પણ ભોગવવાનું ન હોવાથી ભોગ વિના પરમ સુખી છે. તેને જન્મ, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ. અરતિ, રતિ, કામ, ક્રોધ, માન, માયા, તૃષણા, રાગ, દ્વેષ, શોક, મોહ, સુધા, પ્યાસ, શીત, ઉષ્ણ, ચિત્તા, ઓસ્ક્ય કંઈ નથી. સર્વ બાધાની ઉપર ગયેલો અવ્યાબાધ, અખંડ સુખ ભોગવે છે. અત્રેનું સુખ જડ નથી, જ્ઞાનગમ્ય છે. તે પરમજ્ઞાની, સર્વજ્ઞાની, અનન્તજ્ઞાની છતાં પણ વીતરાગી છે. શું તેને કામ-ભોગાદિ પ્રકારનું સુખ હશે ? ના. તત્ત્વાર્થ ભાષ્યની ટીકામાં લખ્યું છે :સવ્યાબાધાભાવાત્ સર્વજ્ઞત્વોચ્ચ જાવતિ પરમ સુખી ! વ્યાબાધાભાવોડત્ર સ્વચ્છસ્ય જ્ઞસ્ય પરમસુખમ્ | બાધા ન હોવાથી, સર્વજ્ઞ હોવાથી તે પરમ સુખી છે. બાધાના અભાવથી સ્વચ્છ જ્ઞાતા તરીકે પરમ સુખ તેને હોય છે.
નૈયાયિક દર્શનમાં “એકવિંશતિ દુઃખધ્વસો મોક્ષઃ' આવા પ્રકારની જડ મુક્તિ ૨૧ દુઃખોના નાશ થકી માને છે તે હાસ્યાસ્પદ છે. તેવી રીતે અનાત્મવાદી બોદ્ધો દીપનિર્વાણ જેવી જડ મુક્તિ માને છે; જે અજ્ઞાનાત્મક સિદ્ધ થતાં જડ જ રહે છે. ચર્ચાના સાર રૂપે એક વાક્યમાં કહેવું હોય તો જેનોની મુક્તિ આત્માની કર્મરહિત ચરમ શુદ્ધ કોટિની જ્ઞાનાત્મક શુદ્ધ અવસ્થા છે જે જડ પણ નથી. આત્માનું અસ્તિત્વ ન રહે તેવો દીપનિર્વાણ જેવો મોક્ષ શા કામનો ?
વ્યક્તિ જેવી રીતે ઘરના બારીબારણામાંથી બહાર જુએ છે તેવી રીતે દેહમાં રહેલો આત્મા ઈન્દ્રિયો રૂપી બારાબારણામાંથી બહારના વિષયાદિનું જ્ઞાન કરે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org