________________
૮૪.
જૈન ધર્મના પુષ્પગુચ્છ દુઃખના અભાવની સ્થિતિ પામે છે.
મોક્ષમાં સુખ ખરું અને તે કેવા પ્રકારનું હોઈ શકે. સુખ સામાન્ય રીતે વિષયભોગ વડે અનુભવાય છે જે ઈન્દ્રિયો વડે ભોગવી શકાય. ઈન્દ્રિયો મકાનના બારી-બારણાની જેમ શરીર સાથે સંકળાયેલી છે. મન પણ જરૂરી છે કારણ કે મનથી પણ મનસુબા ઘડી સુખાનુભ મેળવી શકાય છે. મન સહિત પાંચે ઈન્દ્રિયોના ત્રેવીસ વિષયોનો અનુભવ લઈ શકાય છે. મુક્તાત્મા અશરીરી છે તો ઈન્દ્રિયો, વિષયો મનાદિ વગર મુક્તાત્મા કેવી રીતે ઉપભોગ કરે ? ભોગ ભોગવ્યા વગર સુખ ક્યાંથી શક્ય બને ? તેને તો અનન્ત, અવ્યાબાધ, કલ્પનાતીત હોવાનું મનાય છે.
જેવી રીતે જંગલના ભીલને ચક્રવર્તીના મહેલમાં ષસ યુક્ત ભોજનવાળું મિષ્ટાન્ન ખવડાવો અને તે જ્યારે પાછો જંગલમાં જાય અને તેના સાગ્રીતો પૂછે તો તેનું વર્ણન કેવી રીતે કરી શકે ? તે બતાવવા માટે કોઈ સામગ્રી બતાવી શકતો નથી કેમકે તે જાત અનુભવની વાત બની, જે સ્વ સ્વાનુભવનો વિષય હોઈ વર્ણાતીત છે કેમકે તે રજૂ કરવા તેની પાસે કોઈ સાધનાદિ નથી. પોતાનો અનુભવ ચીતરી શકે તે માટે વસ્તુ, પદાર્યાદિ નથી. તે અનુભવ સ્વનો છે. વર્ણનાતીત છે. સ્વસંવેદ્ય છે. તેવી રીતે ૮૪ લાખ યોનિઓમાં જન્મ-મરણ કરનારો જીવ અનાદિ કાળથી એક પણ સમય શરીર અને ઈન્દ્રિયો વગેરેનો થયો નથી. નિગોદમાં પણ શરીર તથા એક ઈન્દ્રિય તો હોય જ છે. જેમ જેમ વિકાસ સાધતો જાય તેમ મન-ઈન્દ્રિયાદિ વધુ ને વધુ સારાં મેળવતો રહે છે. જીવ આ પરિસ્થિતિમાં રહેવાથી ટેવાઈ ગયો છે. તેથી મન ઈન્દ્રિયોથી ભિન્ન રીતે સુખાનુભવ થઈ શકે તેની કલ્પના સુદ્ધાં કરી શકતો નથી. અનાદિ અનન્તકાળની પરિસ્થિતિની એવા પ્રકારની ટેવ પડી ગઈ છે. આ એક મોટો અંતરાય છે, તકલીફ છે, ક્ષતિ છે. આથી મોક્ષમાં પણ શરીર, મન, ઈન્દ્રિયો વગેરે દ્વારા સુખ-દુઃખાદિ ભોગવાય, અનુભવાય તેવી કલ્પના રૂઢ થઈ ગઈ છે. વિષયોપભોગજન્ય સુખાદિની કલ્પના તે વગર શક્ય જ નથી તેવું માનવું થયું. તેથી માનવી સાંસારિક, વૈષયિક, ભૌતિક, પૌગલિક સુખાદિની કલ્પના ભવાભિનંદીની જેમ કરે તે સહજ છે. તે સિવાયની, તેનાથી ભિન્ન કલ્પના કરી શકતો જ નથી. હવે તે મોક્ષ અને તેથી સંપન્ન સિદ્ધિની કલ્પના કેવી રીતે કરી શકે ?
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org