________________
રાઈ તથા દૈવસિક પ્રતિક્રમણ
જૈન દર્શન પ્રમાણે સંસારચક્રમાં અનંતાનંત અવસર્પિણી અને ઉત્સર્પિણીઓ વ્યતીત થાય છે. પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં છ છ આરાઓ હોય છે. પ્રત્યેકમાં ૧૦ ક્રોડા ક્રોડી સાગરોપમ હોય છે. તેમાં અવસર્પિણીથી ઊલટા ક્રમમાં ઉત્સર્પિણીના વર્ષોની ગણતરી કરાય છે. તેમાં અવસર્પિણીના પાંચમા અને છઠ્ઠા આરામાં તેમજ ઉત્સર્પિણીના પ્રથમ બે આરામાં સરખાં વર્ષો એટલે કે પ્રત્યેકમાં ૨૧,૦૦૦ હોય છે.
વૈદિક માન્યતા પ્રમાણે ચાર યુગો જેવા કે કુત, ત્રેતા, દ્વાપર અને કલિને ગણતરીમાં લેવાય છે. ચાર યુગોના વર્ષોની સંખ્યા ૪૩૨૦૦૦૦૦૦૦ એટલે કે ૪૩૨ પછી ૭ મીંડાની ગણાય છે. આના કરતાં ઉત્સર્પિણી અને અવસર્પિણીનાં વર્ષોની સંખ્યા ઘણી મોટી છે. જૈનદર્શન પ્રમાણે અવસર્પિણીના અને ઉત્સર્પિણીના ત્રીજા-ચોથા આરામાં ૨૪ તીર્થંકરો થાય છે. આવી સ્થિતિ ભરત, ઐરાવત ક્ષેત્રમાં છે; જ્યારે મહાવિદેહમાં સર્વ કાળે તીર્થકરોનું અસ્તિત્વ હોય છે. તેમાં ૨૦ તીર્થકરો વિહરમાન, વિદ્યમાન ગણાય છે. ભરતક્ષેત્રમાં બીજા તીર્થકર અજિતનાથ સ્વામીના સમયમાં તીર્થકરોની ઉત્કૃષ્ટ સંખ્યા ૧૭૦ હતી.
ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૨૪ તીર્થંકરો થયા તેમાં ૧૦ આશ્ચર્યોઅચ્છેરાં જેવાં કે ૧. તીર્થકરના ગર્ભનું અપહરણ, ૨. ચમરેન્દ્રનો દેવલોકમાં ઉત્પાત, ૩. પ્રભુ મહાવીરની પ્રથમ દેશના નિષ્ફળ, ૪. ચંદ્ર-સૂર્યનું મૂળ વિમાનમાં નીચે આવવું, ૫. કેવળી થયા પછી પ્રભુ મહાવીરને ઉપસર્ગ, ૬. કૃષ્ણનું અમરકંકા ગમન, ૭. મલ્લીનાથનું સ્ત્રીરૂપે થવું, ૮. હરિવંશ કુળની ઉત્પત્તિ, ૯. અસંયતીની પૂજા, ૧૦. એક સમયે ૧૦૮નું સિદ્ધ થવું.
વળી ભગવાન મહાવીર સ્વામીના સમય બાદ ૧૦ વસ્તુઓનો લોપ થયો જેવી કે મન:પર્યવજ્ઞાન, પરમાવધિજ્ઞાન, પુલાકલબ્ધિ, આહારકશરીર, ક્ષપકશ્રેણિ, ઉપશમથુણિ, જિનકલ્પ, પત્રિકારવિશુદ્ધિચારિત્ર, સૂક્ષ્મ સંપરાયચારિત્ર તથા યથાવાતચારિત્ર. આ હકીકત શ્રી કલ્પસૂત્રમાં શ્રી મહાવીરના બ્રાહ્મણકુળમાં જન્મ પ્રસંગે તથા જંબૂસ્વામીના મોક્ષગમન પ્રસંગે અનુક્રમે જણાવી છે. જંબુસ્વામીની પાટપરંપરા ૨૧૦૦૦ વર્ષ સુધી દુપ્પસહસૂરિ સુધી ચાલશે. શ્રી કલ્પસૂત્રની ટીકા સુબોધિનામાં મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબે લખ્યું છે કે ભરતક્ષેત્રના બીજાં ચાર ક્ષેત્રો તથા ઐરાવતના પાંચે ક્ષેત્રોમાં ૧૦ આશ્ચર્યો થતાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org