________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૫૨
ક્ષમ્યકત્વ અને તે પછીનાં પગથિયા ક્યાંથી સુગમ બને ? આ આશયથી કલ્પસૂત્ર શું તે અંગે મૌન ધારણ કર્યું છે ? આ મુદ્દા પર જાણકાર વિદ્વાન સહૃદયી તત્ત્વત્તા કે કર્મગ્રંથોના નિષ્ણાત જાણકાર પ્રકાશ ફેંકે. વળી ક્ષાયોપક્ષિક સમ્યકત્વ અનેક વાર આવે અને જાય છે.
પાંચમા આરાના જીવો છેલ્લા-છઠ્ઠા સંઘયણવાળા હોવાથી આજે આપણે વધુમાં વધુ નરક સુધી જ જઈ શકીએ. આરંભ્યસમારંબ, ક્રૂર કર્મો, અભક્ષ્ય ક્ષણણ, રાત્રિભોજનાદિને લીધે જ ને !
છઠ્ઠા આરાને તો દૂરથી જ નવગજના નમસ્કાર. તેનો વિચાર દિલને કંપાવી નાંખે છે. આ સમય દરમ્યાન ગાઢતમ મિથ્યાત્વ ક્રમિક રીતે વૃદ્ધિગત થતું રહેવાનું. તેના દ્વારા કુસંસ્કાર, કુરિવાજ, કુકર્મો, કુચરિત્ર, ફુદેવ, કુધર્મ, કુગુરુ, કુકષાયોની કરવત કે કરામત કેવી હશે જે નરક-નિગોદની સ્થિતિ સમકક્ષ હોઈ શકે. કેવી રીતે આ સમય ગાળો વ્યતીત કરવો તે કંઈ કલ્પનાના ક્ષેત્રની બહા૨ હશે ને ? સમય સમયનું કામ કેટલાંયે પુદ્ગલપરાવર્તોમાં કરે છે, કર્યું છે અને કર્યા કરશે. આજની પરિભાષામાં કહેવું હોય તો તેઓ epicurion ફિલસૂફીના હિમાયતી હોઈ શકે છે. તેઓ ચાર્વાક મતની ફિલસૂફીમાં રચ્યાપચ્યા હોઇ તેઓનું મંતવ્ય તથા કરણી આ પ્રમાણે હોઇ શકે છેઃ
यावज्जीवेत् सुखं जीवेत् ऋणंकृत्वा धृतं पिबेत् ।
भस्मीभूतस्य देहस्य कुतः पुनरागमनं भवेत् ।।
વિરાધક જીવો વિષે શાસ્ત્રીય મત આપણે ઉપર જોયો. તેનું ફળ કેવું હોઇ શકે તે પાંચ અને છ આરાના વર્ણન પરથી જાણી લેવું. આ સંદર્ભમાં આરાધક કોને કહેવાય અને તેઓ વિષે અતિ સંક્ષેપમાં જાણકારી લઈ લઇએ. સુદેવ, સુગુરુ અને સુધર્મને માનવાવાળો જ સાચી શ્રદ્ધાવાળો છે, સમકિત દૃષ્ટિ છે, અને આરાધક છે. શ્રી જિનેશ્વરનું વચન સત્ય છે તેવી શ્રદ્ધા ન થાય ત્યાં સુધી આત્મા આગળ વધી શકતો નથી. આને શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ધર્મનું બીજ કહ્યું છે. તેથી સમકિતપૂર્વકની સિદ્ધાંતાનુસાર શુદ્ધભાવથી કરેલી ધર્મક્રિયા આરાધનામાં ખપે છે, જેની કિંમત છે, તેનાથી મોક્ષરૂપ મહાન ફળની પ્રાપ્તિ થાય છે. ટૂંકમાં શ્રદ્ધાપૂર્વકની કલ્યાણની કામનાથી કરેલી ક્રિયાનું નામ જ આરાધના છે.
ઉપર પ્રમાણે શાસ્ત્રીય મત જોયો તે પ્રમાણે અત્યારના હાલના ચાલુ પાંચમાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org