________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૫૮
જોયું તે પ્રમાણે બંને પ્રતિક્રમણો અવશ્ય ક૨વાં જ જોઈએ અને તે પણ ઊભા રહીને. આજના જમાનામાં વર્ષ દરમ્યાન બંને પ્રતિક્રમણો કરનારા શ્રાવિકા તથા શ્રાવકોની સંખ્યા આંગળીએ ગણી શકાય તેટલી પણ ખરી ? શ્રાવિકાઓ કદાચ વધારે સંભવી શકે. બધા યુવાનો કદાચ ન કરી શકે પણ આખું વર્ષ કરનારા વૃદ્ધો કેટલાં ?
રાઈ પ્રતિક્રમણમાં ખમાસમણું દઈ રાત્રિ દરમ્યાન નિદ્રામાં લાગેલાં પાપો માટે ‘ફુસુમિણ, દુસુમિણ' માટે કાઉસ્સગ્ગ કરાય છે, જે દૈવસિકમાં નથી કરાતો. ચાર લોગસ્સનો આ કાઉસ્સગ્ગ સાગરવરગંભીરા સુધી કરવાનો છે અને તે પછી પૂરો લોગસ્સ ગણાય છે. ત્યારબાદ શ્રી જગચિંતામણિનું મોટું ચૈત્યવંદન કરાય છે, જેમાં ૧૫ અબજથી વધુ શાશ્વત બિંબોને પ્રણામ કરાય છે. દૈવસિકમાં નાનું ચૈત્યવંદન હોય છે. અહીં ચૈત્યવંદન જય વીયાય સુધીનું છે જ્યારે દેવસિકમાં નમુન્થુણં સુધી જ કરાય છે. દૈવસિક પ્રતિક્રમણ કરનારે જો પાણી આહાર લીધાં હોય તો પ્રારંભમાં મુહપત્તિનું પડિલેહણ કરી બે વાંદણા દીધા પછી પચ્ચકખાણ કર્યા બાદ ચૈત્યવંદન નાનું કરાય છે.
રાઈ-પ્રતિક્રમણમાં ચૈત્યવંદન કર્યા પછી ખમાસણાપૂર્વક ભગવાનહં, આચાર્યહં, ઉપાધ્યાયહં, સર્વસાધુહં કહી આજ્ઞા માંગી સજ્ઝાય કરાય છે જે દેવસિકમાં નથી. ભ૨હેસ૨ની આ સજ્ઝાયમાં સદ્ગુણસંપન્ન મહાપુરુષો તથા સ્ત્રીરત્નોની નામાવલી આપી છે, જેઓનાં નામ માત્રથી પાપબંધ તૂટી જાય છે.
ત્યારબાદ જે મુનિની નિશ્રામાં પ્રતિક્રમણ કરાઈ રહ્યું હોય તેમની રાત્રિ સુખમય વ્યતીત થઈ છે? સુખમય તપ કરી શકાય છે? કોઈપણ જાતની શારીરિક કે માનસિક મુશ્કેલી વિના તમારી સંયમયાત્રા સુખમય રીતે પસાર થઈ રહી છે? એવા પ્રશ્નો પૂછી રાત્રિ દરમ્યાન જે કંઈ દુઃચિંતન, ખોટી રીતે બોલવાનું થઈ ગયું, ખોટું આચરણ થઈ ગયું હોય તે બદલ મિચ્છામિ દુક્કડં માંગીનમૃત્યુર્ણ કરી કરેમિભંતે, તસ્સ ઉત્તરી કરણેણં, અન્નત્થ ઉચ્ચારી નિમ્મલયા સુધી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી નવકાર પછી આખો લોગસ્સ ઉચ્ચરવો. ત્યારબાદ સૂત્રો, મૂહપત્તિ, વાંદણાં, કાઉસગ્ગ વગેરે પછી ‘સકલતીર્થ' બોલાય છે. એમાં અત્યંત સુંદર ભાવગર્ભિત તીર્થવંદના છે જેમાં સ્વર્ગ, પાતાલાદિ લોકના સર્વ તીર્થોની વંદના કરી સમેતશિખર, અષ્ટાપદ, વિમલાચલ, ગિરનાર, આબુ, શંખેશ્વર, તારંગા વગેરે ચૈત્યો, વિહરમાન જિનવીશ, અનંત સિદ્ધોને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org