________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૭૬
મળે ને ? અત્રે આ સમજવાનું છે કે જેવી રીતે શાંતિ કરવામાં ધર્માસ્તિકાય સહાય્ય કરે છે તેવી રીતે સ્થિતિ કરવામાં, સ્થિર કરવામાં સહાયક તત્ત્વ અધર્માસ્તિકાય છે. ધર્માસ્તિકાય ફક્ત લોકમાં જ છે તેની બહાર તેના અભાવથી અલોકમાં ગતિ કરવી અશક્ય છે. તેથી જ્યાં સુધી સ્થિતિ સાહાયક અધર્માસ્તિકાય છે ત્યાં સુધી પહોંચી સ્થિર જ થવું રહ્યું. માટે કહ્યું છે કેઃ
કિં સિદ્ધાલયપરો ન ગી ? ધમ્માત્મિકાય વિરહાઓ ।
સો ગઈ ઉવગ્ગહકરો લોગમ્નિ જ મસ્થિ નાલોએ ।। ૧૮૫૦ ||
તેથી આત્મા એક સમયમાં દેહ ત્યજી, સાત રાજલોક ક્ષેત્ર કાપી સરળ, સીધો ગતિ કરતો ગંતવ્ય સ્થાને સ્થિર થઇને રહે છે.
આત્માના આઠ ગુણો જે કર્મોથી આવરિત થયેલાં હતાં તે મૂળ ગુણો જેવાં કે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર (શુદ્ધ ચારિત્ર-યથાખ્યાત ચારિત્ર) અનંતવીર્ય, અનામી–અરૂપીપણું, અગુરુલઘુ, અનંતસુખ (અવ્યાબાધ સુખ), અને અક્ષયસ્થિતિ, આત્મા અખંડ સ્કંધ હોવાથી એક સમૂહમાં હોય, સર્વ અવિભાજ્ય છે. તેથી પરમાણુરૂપ ધારણ ન કરવાથી તે અચ્છેદ્ય, અભેદ્ય, અકાટ્ય, અદાહ્ય, અવિભાજ્ય છે. ભગવદ્ ગીતામાં પણ આવું જ કહ્યું છે:
મુક્તિ પામેલો આત્મા લોકાગ્રે તો પહોંચ્યો. ગતિ સાહાયક ધર્માસ્તિકાય ત્યાં હોવાથી તે પડી શકે પમ તે પડતો નથી, સ્થિર થઈ રહે છે. તેનું રહસ્ય આમ બતાવ્યું છેઃ
નહ નિરચતઓ વા થાણવિણાસપયણં ન જુત્ત સે । નહકમ્માભાવાઓ પુમાક્કિયા જાવો વાવિ ।। ૧૮૫૭ ।।
તેનું કારણ આ પ્રમાણે છે. આ સ્થાન આકાશની જેમ નિત્ય હોવાથી વિનાશશીલ નથી; વિનાશના અભાવે પતન ન થઈ શકે. વળી પતનાદિ ક્રિયામાં કર્મ જે પ્રધાન કારણ છે તે તો ત્યાં છે જ નહીં. આત્મા સર્વકર્મ મુક્ત થયો છે. તેથી પતનની શક્યતા રહેતી નથી. આત્માના પ્રયત્નથી પ્રેરણા, આકર્ષણ, વિકર્ષણ તથા ગુરુત્વાકર્ષણ પતનના કારણના અભાવે મુક્તાત્માને પતન અશક્ય છે.
સંસારમાંથી જીવ મોક્ષ પામી સિદ્ધશિલા જે ૧૪ રાજલોકની ટોચ પર વ્યવસ્થિત છે ત્યાં પહોંચી કાયમ માટે સ્થિર થઈ રહે છે. હવે અનંતાનંતત પુદ્ગલપરાવર્ત થઈ ગયા. શાસ્ત્રાનુસાર દર છ મહિને એક જીવ સિદ્ધ થાય
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org