________________
મોક્ષમીમાંસા
૭૫ ફરી અવતાર લે છે, જન્મ લઈ લીલાદિ કરે છે. જૈન શાસનમાં તેવી કલ્પનાને સ્થાન નથી કેમકે અપુનરાવૃત્તિમાં એક વાર જ્યાં ગયા પછી પાછા આવવાનું નથી, શા માટે પાછા મહા ભયંકર ભવસાગરમાં ડૂબવા આવે ? કલ્યાણ મંદિરની ૪૧ની ગાથામાં તે અંગે કહ્યું છે –
દેવેન્દ્ર વંદ્ય ! વિદિનાખિલ વસ્તુસાર ! સંસાર તારક ! વિભો ! ભવનાથિનાત ત્રાયસ્વ દેવ ! કરુણાહ્રદ માં પુનિહિ, સીદન્તમદ્ય ભયદવ્યસનાબુરાશેઃ |
નિર્વાણ એટલે મોક્ષ. તે માટે કહ્યું છે કે :- “સંજમ સારં ચ નિવાણી ઉપર આપણે જોયું તે પ્રમાણે આત્મા જૈનદર્શન પ્રમાણે નિત્યાનિત્ય છે એટલે નિત્ય પણ છે અને અનિત્ય પણ. સ્વદ્રવ્ય સ્વરૂપે નિત્ય છેઃ જ્યારે સંસારમાં તેના પર્યાયો જેવાં કે દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી પર્યાય વિચારતાં તે અનિત્ય પણ છે. તે લોકનું નિશ્ચિત આયુષ્ય પૂરું થતાં તેને એક પછી એક ગતિમાંથી કર્મ અનુસાર બીજી ગતિમાં જવું જ પડે છે.
શું આત્મા સર્વવ્યાપી છે? તેવું માનનારાં દર્શનો છે તેને વિભુ એટલે સમસ્ત સંસારના સર્વ મૂર્ત દ્રવ્યોનો સંયોગ કરનારા; સર્વ મૂર્તદ્રવ્ય સંયોગિત્વ એટલે વિભુ જો તેમ માનીએ તો આપણને બધાં જીવોના સુખદુઃખાદિની અનુભૂતિ થવી જોઇએ, જે શક્ય નથી કેમકે તેવો કોઇને અનુભવ નથી. આના કરતાં આત્માને પોતાના જ્ઞાનગુણથી સયાપી માનવો એ વધુ મુક્તિયુક્ત છે. કેવળી આત્મા જ્ઞાન ગુણથી સમસ્ત લોક-અલોકમાં બધું જાણી શકે છે, જોઈ શકે છે. આ રીતે વિચારતા આત્માને વિભુ ન માનતાં કેવળજ્ઞાનથી સર્વવ્યાપી માનવો હિતાવહ છે.
આત્મા ક્યાં સુધી વિચરી શકે ? જ્યારે તે અઢી દ્વીપના ક્ષેત્રમાંથી શરીર છોડે, મુક્ત બને ત્યારે જુગતિએ ગમન કરતો એક જ સમયમાં તે ચૌદ રાજલોકની ટોચ પર સિદ્ધશિલાએ પહોંચી જાય છે. તેથી કહ્યું છે કે લોઅગ્નમુવમયાણ'. ઋજુ-સરલ ગતિથી ૯૦ના અંશે સીધો ધર્માસ્તિકાયની સાહાધ્યથી લોકાગ્રે સ્થિર થઈ જાય છે.
પ્રશ્ર સ્વાભાવિક રીતે થાય કે તે સર્વશક્તિમાન તેથી લોકની ઉપર કેમ જતો નથી ? જઈ શકતો નથી ? લોકની આગળ અલોક પણ લોક કરતાં ઘણું વિશાળ અને વ્યાપક છે. ૪.૫ લાખ યોજન લાંબી પહોળી સિદ્ધશિલા પર સાંકડેમોકડે બધાંને ત્યાં સમાવું પડે છે. જો તેથી પણ ઉપર જાય તો મોકળાશ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org