________________
મોક્ષમીમાંસા
૭૩
ભૂતકાળ જેટલો જ ભવિષ્યકાળ છે. ૧૪ રાજલોકમાં નિગોદના અનંત ગોળાઓ છે. આજ સુધીના કાળમાં જે અનન્ત છે તે કાળમાં નિગોદના જીવોના અનન્તમાં ભાગના જ જીવો મોક્ષે ગયા છે. ભાવિમાં નિગોદના અનન્ત ભાગના જ જીવો મોક્ષે જશે. સંસારમાં અનન્તા જીવો ભવસંસારમાં રહેશે. અનન્તા ભવ્ય જીવો કે જેઓને સાહાયક યોગ્ય સામગ્રી નીહં મળે તેઓ, અભવ્યો, જાતિભવ્યાદિ જીવો સંસારમાં રહેવાના જ છે આથી સંસાર ખાલી થી જશે તેવી કલ્પના કરવી જ અસ્થાને છે. ભવ્ય જીવો મિથ્યાત્વી પણ હોય, તે સમ્યક્ત્વ પામે ત્યારે સમ્યક્ત્વી બને છે. ભવ્યોમાં અનન્તા મિથ્યાત્વી છે; જ્યારે સમ્યક્ત્વી તો મિથ્યાત્વીની સંખ્યાના અનંત ભાગ જેટલા છે.
મોક્ષ નિત્ય કે અનિત્ય ? સત્ હંમેશા ઉત્પાદ્ વ્યય, ધ્રોવ્ય યુક્ત હોય છે. તેથી વસ્તુ માત્ર નિત્યાનિત્ય છે. મુક્તાત્મા ઉત્પાદ-વ્યય-ધ્રોવ્ય યુક્ત છે. એક જીવ સંસાર પર્યાયરૂપે નાશ પામી (વ્યય); મુક્તપણે સિદ્ધાપર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. સંચારપર્યાયનો નાસ, સિદ્ધપર્યાયરૂપે ઉત્પત્તિ, ઉપયોગાત્મકાદિ જીવના ગુણોની દૃષ્ટિએ જીવ મોક્ષમાં નિત્ય જ હોવાનો. ઘડો જેમ નિત્ય અને અનિત્ય છે તેમ પર્યાયની દૃષ્ટિએ અનિત્ય, મૂળ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય, જીવત્વ-આત્મત્વ, દ્રવ્યરૂપે અનન્ત કાળ માટે મોક્ષમાં નિત્ય રહે છે. આ રીતે સર્વ વસ્તુ એકાન્તે નિત્ય પણ નહીં અને એકાન્તે અનિત્ય પણ નહીં. તેથી તે નિત્યાનિત્ય છે.
મો-મોહાદિ, ક્ષ-ક્ષય. ટૂંકમાં ‘મોહાદિનાં ક્ષયો મોક્ષઃ' મોહાદિ કર્મ છે. મોહાદિભાવોનો સર્વથા નાશનું નામ મોક્ષ. ૮ કર્મોમાં મોહનીય સર્વ પાપોનો વ્યાપ, કર્મોનો રાજા, નષ્ટ થતાં તેના સાગરિતો, ૭ કર્યો લૂલાં, નાકામિયાબ થઈ જાય છે. તેથી ‘કુલ્નકર્મક્ષયે મોક્ષઃ’. ગુણસ્થાનકે ૧૪ ગુણસ્થાનકની સીડીમાં આ દારૂણ મોહનીય કર્મ નષ્ટ થતાં સયોગી અને અયોગી ગુણસ્થાનકે આત્મા આરૂઢ થાય છે.
.
ઉપર આપણે જોયું કે ભવ્યાત્મા મિથ્યાત્વી પણ હોઇ શકે છે. મુહપત્તિના પડિલેહણમાં સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય ત્રણેના પરિહારની વાત કરી છે. અહીં પણ સમ્યક્ત્વની સાથે મોહનીય સંલગ્ન છે. તો પછી ભવ્યાત્મા મિથ્યાત્વી કેમ ન હોઇ શકે ?
આત્મા કેવી રીતે કર્મ બાંધે છે તે જોઇએ. કાર્યણવર્ગણાના પુદ્ગલ પરમાણુઓ આત્મામાં આશ્રવ માર્ગે આવે છે. તપાદિથી કંઈક નિર્જરા કરે છે. પર્યુષણ જેવા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org