________________
મોક્ષમીમાંસા વાયુભૂતિને શરીર તે જ આત્મા કે જુદો, વ્યક્તિ સ્વામીને પંચભૂતોના અસ્તિત્વ વિષે, સુધર્માસ્વામીને જન્માંતર સાદૃશ્ય સંબંધી, મંડિત સ્વામીને કર્મના-બંધ મોક્ષ વિષે, મૌર્યપુત્રસ્વામીને દેવતાઓની સત્તા વિષે, અકંપિત સ્વામીને નરક વિષે, અચલભ્રાતા સ્વામીને પુણ–-પાપ છે કે નહીં તે સંબંધી, મૈતાર્યસ્વામીને પરલોક-પુનર્જન્મ છે કે નહીં ? તથા પ્રભવ સ્વામીને મોક્ષ (નિર્વાણ) છે કરું
૧૧ પંડિતોની શંકાઓ સમસ્ત માનવ સમુદાયના મનની શંકા છે. સામાન્યથી વિદ્વાન કક્ષાના મનુષ્યોને પણ આત્મા, કર્મ, પુણ્ય, પાપ, મોક્ષાદિ તત્ત્વો વિષે શંકા હોય છે. શ્રી મહાવીર સ્વામીની આ સુંદર છણાવટ પછી ૧૧ ગણધરો તથા તેમના ૪૪૦૦ શિષ્યો સાથે આ વિષયો પર સમજણ મેળવી તેઓ પણ આયુષ્ય પૂરું કરી મોક પામ્યા હતા.
હવે આપણે મોક્ષ વિષે વિવિધ દૃષ્ટિકોણથી ઊહાપોહ કરીએ તેમાં મોક્ષ એટલે શું, મોક્ષ કઈ ગતિમાંથી થઈ શકે, મોક્ષ પછી જીવ ક્યાં, કેવી રીતે, કેટલી જગ્યામાં, કેટલા સમય સુધી, કઈ રીતે એક સ્થાનમાં બધાં તે સિદ્ધશિલામાં સમાઈ શકે જે ૪૫ લાખ યોજનની છે, પુરુષ અને સ્ત્રી બંને તેના અધિકારી છે ? ત્યાં સુખ કેવું, કેટલું, કાયમી કેવા પ્રકારનું છે વગેરે પ્રશ્નો ઉદ્ભવે છે.
મોક્ષ એટલે છૂટા પડવું; છૂટકારો થવો, કર્મવિહીન થવું. આત્મા જ્યારે કર્મના બંધનમાંથી સદાને માટે જે સ્થાન, અવસ્થાદિ પ્રાપ્ત કરે તે મોક્ષ, મુક્તિ, મુક્તાવસ્થા છે. સૂર્ય-ચંદ્રના ગ્રહણમાં જ્યારે તે બંને છૂટા પડે છે ત્યારે તેમનો ગ્રહણમાંથી મોક્ષ થયો કહીએ છીએ તો અહીં કર્મક્ષય, કર્મમોક્ષ, જીવમોક્ષની વિચારણા અપેક્ષિત છે.
મોક્ષ માટે સમ્યકત્વ પામવું અત્યાવશ્યક છે. તે મળે તો અર્ધપુદ્ગલપરાવર્ત કાળમાં ચોક્કસ મોક્ષ નિશ્ચિત છે. મિથ્યાત્વી તે ક્યારેય પામે નહીં, તેથી કદાપિ તેનો મોક્ષ નહીં. અભવીને મોક્ષ વિષે શ્રદ્ધા, રુચિ થતી નથી. કેમકે તે પુદ્ગલાનંદી, ભવાબિનંદી છે. સમ્યકત્વી ભવી જીવ જ મોક પામે. જાતિભવ્ય અને દુર્ભવ્યોને કાળની સુવિધા મળતી નથી, બીજાને સુયોગ્ય સામગ્રી મળનાર નથી. સર્વ પાપકર્મના નાશ વગર મુક્તિ, મોક્ષ નથી. તેથી “કૃમ્નકર્મક્ષયઃ મોક્ષઃ”. ભવ્યત્વ અને અભવ્યત્વનો ભેદ કર્મકૃત નથી પરંતુ સ્વભાવજન્ય ભેદ છે. જેમકે કોરડું મગ ન જ સીઝે. તો સર્વ પ્રથમ મોક્ષ માટે સમ્યકત્વ પ્રથમ કક્ષાની શરત
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org