________________
પાંચમો અને છઠ્ઠો આરો દુહા, ત્યારબાદ આખું શ્રી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન ત્યારપછી પ્રત્યેક ખમાસણા બાદ એક એક પાચ શ્રી સિદ્ધાચલજીના ચૈત્યવંદન પૂર્વે દુહા આવે. પછી ફરી શ્રી સિદ્ધાચલજીનું સંપૂર્ણ ચૈત્યવંદન કરી સામાયિક પારવામાં આવે છે. આ રીતે રાઈમાં કુલ્લે ત્રણ ચૈત્યવંદન, ભરોસરની સઝાય, તીર્થવંદના, શ્રી સીમંધર સ્વામી તથા શ્રી સિદ્ધાચલજીના પાંચ દુહા રાઈમાં જ સ્થાનાપન્ન થયેલાં છે.
દેવસિક પ્રતિક્રમણમાં પ્રારંભે ભાત-પાણી વાપર્યા હોય તેમને માટે મુહપત્તિના પડિલેહણ પૂર્વક બે વાંદણા દેવામાં આવે છે. ત્યારબાદ પચ્ચકખાણ કરી ચૈત્યવંદન નમુત્યુર્ણ સુધીનું જ કરી એકેક નવકારના કાયોત્સર્ગ કરી ચાર થાય કરાય છે. પછીની બધી વિધિ સમાન જ છે. અહીં પણ પૂર્વગત નમોડસ્ત વર્ધમાનની ત્રણ ગાથા કરાય છે. સ્ત્રીઓ તેને સ્થાને સંસાર દાવાનલની ત્રણ ગાથા બોલે છે. અહીં પમ ભગવાનહ કરી અઢાઈજ્જસ પછી દેવસિઅ પાયચ્છિત્ત વિસોહણથં ચાર લોગસ્સ પછી સંપૂર્ણ લોગસ્સ પછી સઝાય અને ત્યારબાદ ફરી ચાર લોગસ્સનો સંપૂર્ણ કાયોત્સર્ગ અને નમો અરિહંતાણં કહી લઘુશાંતિ સ્તવ ઉચ્ચારાય છે. છેવટે દર્શાવેલી આ વિગતો રાઈમાં નથી. દેવસિક પ્રતિક્રમણ પારવાની વિધિ રાઈ કરતાં જુદી અને જરા લાંબી છે.
મારા અનુભવ પ્રમાણે દેવસિક પ્રતિક્રમણ ૪૮ મિનિટથી કંઈક ઓછા સમયમાં પૂરું થાય છે, જ્યારે રાઈ માટે ૪૮ મિનિટ કે તેથી કંઈ વધુ પણ લાગે. સુશ્રાવકો અને સુશ્રાવિકાઓ સામાયિક, પ્રતિક્રમણ પૂજા, દેવવંદન, વ્રત, જપ, તપાદિ અનુષ્ઠાનો કરે જ જાય પણ તે બધાં સમકિતના એક્કા વગર નિરર્થક, વ્યર્થ જાય છે તો શું કરવું ? આ અવસર્પિણીના અવશિષ્ટ સમયમાં ભરતક્ષેત્રમાંથી મોક્ષ દુર્લભ છે તો તેનો શો ઉપાય ?
ગતાનુગતિક, સંમૂર્ણિમ ઢબે જે અનુષ્ઠાનાદિ કરીએ છીએ ત્યાં પુદ્ગલાનંદી કે ભવાભિનંદી ન થવું તથા ત્રણ યોગોમાં સામર્થ્યયોગ પણ નષ્ટ થયેલ છે તો ધર્મ કરવાની જે ઈચ્છા, આકાંક્ષા, હાર્દિક ઊર્મિ, ધર્મ સાધવાની જે ગરજ, તાલાવેલલી, તમન્ના ઈચ્છાયોગમાં છે ત્યાંથી આગળ વધી શાસ્ત્રયોગમાં આવવું રહ્યું.
તે માટે ઈચ્છાયોગમાં આગળ વધતાં બીજી કક્ષાએ શાસ્ત્રયોગની પ્રવૃત્તિમાં અવાય છે. એમાં નિદ્રા, વિકથા, અનુપયોગ, ચંચળતા, સ્મૃતિભ્રંશ (વિસ્મરણ), સંશયાદિ સર્વે પ્રમાદોને ત્યજી શક્તિ અનુરૂપ અથવા સર્વ શક્તિ કેન્દ્રિત કરી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org