________________
૫૩
રાઈ તથા દેવસિક પ્રતિક્રમણ આરામાં જીવો એકંદરે વિરાધક હોય છે. હુંડાવસર્પિણી જેવા કપરા કાળમાં ધર્મ પરચો બતાવે છે. મુક્તિમાં પહોંચાડનારી શ્રેષ્ઠ ધર્મ ક્રિયાઓ અને શુભ અનુષ્ઠાનો કરતાં આત્મા વિરાધક ભાવને પામી સંસાર વધારી મૂકે છે, રખડપટ્ટીમાં પડે છે, જન્મમરણની પરંપરા વધારી મૂકે છે. વિરાધના કરી જીવ આળસ અને પ્રમાદમાં પડી સંસાર વધારી મૂકે છે. સમકિતી આત્માને વિરાધના અત્યંત ખટકે છે કેમકે તેને આરાધના ગમે, વિરાધના અત્યંત ખટકે, આરાધકપણું ગમે, વિરાધકપણું ગમતું નથી.
રાયપરોણીયસૂત્રમાં સૂર્યાભદેવ ભગવાન મહાવીરને પૂછે છે કે હે ભંતે ! હું આરાધક કે વિરાધક ? મહામુશીબતે માનવભવમાં આરાધનાનીઅપૂર્વ તક સાંપડી છે તેથી સંસારની આળપંપાળ, જંજાળમાં મહામુશીબતે બે-ચાર ઘડી કાઢી આરાધક આરાધના કરવા તત્પર બને છે. કેટલાક વિરાધના કરી તેને આરાધનામાં ખપાવે છે, તેથી વિરાધનાનું પોષણ કરે છે, તેઓ ઉસૂત્ર અપવાદના નામે શિથિલાચારનું પોષણ વિરાધક બનાવે. પોતાની ખામી, ઊણપને ઢાંકવી, બચાવ કરવો એ મહાવિરાધના છે. ખામી-ઊણપને ઊણપ તરીકે ગણનાર હજી આરાધક છે. શિથિલાચારનું સ્વન કરતાં તેનું પોષણ અત્યંત ભયંકર છે, તેઓ મહાવિરાધક બને છે. વર્તમાન કાળમાં વિરાધનાના કાંટા વાગતા વાર લાગતી નથી. ડગલે ને પગલે આજના કલુષિત અને જડ વાતાવરણમાં કાંટા વેરાયેલા પડ્યા જ છે. જો સહેજ ભૂલ્યા, કોઇની હામાં હા પાડી, વગર વિચારે દેવ-ગુરુ-ધર્મની વિરુદ્ધ બોલાઈ ગયું. નિંદાકુથળી થઈ ગઈ, ટીકાટિપ્પણીમાં પડી ગયા, અશાતના કે અવહેલનામાં પડી ગયા તો આત્માને કડવા માઠાં પળ અસંખ્યાત વર્ષો સુધી ભોગવવા પડે તે હકીકત છે. વિરાધના ઘડી-બેઘડીની પરંતુ તેના કડવા ફળ અસંખ્યાત વર્ષો સુધી ભોગવવાનાં ! તેથી શક્ય તેટલી આરાધનાના ખપી બનો. ભૂલેચૂકે આત્મા વિરાધનામાં ન સરકી પડે તેનો ખૂબ ખૂબ ખ્યાલ રાખવો. કેટલીક વાર ધર્મના શુભ અનુષ્ઠાનો અયોગ્ય આત્માને વિરાધનાનું કારણ બની શકે છે. દેવ-ગુરુ-ધર્મ પર વાત વાતમાં શંકા, કુશંકા કરનાર નિંદા-કુથલીમાં પડનાર, આ ગુરુ મારા અને આ તમારા એવી ભેદનીતિમાં પડનારા, એક બીજાના દૂષણો જોનારા, પોતાના માનેલા ગુરુમાં દેખીતા દોષોનો ઢાંક-પીછોડો કરનારા, બીજા સાધુ મહાત્માઓને અછતા કલંકો દેનારા, ડીંડી પીટીને છડેચોક જાહેર કરનારા, એવા આત્માઓ સિદ્ધાન્ત
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org