________________
યોગદષ્ટિમાં મિથ્યાત્વમોહનીય થાય છે. ઉન્નતિ એટલી વિશેષ થાય છે કે પ્રથમ ગુણસ્થાનકની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય છે. પાંચમી સ્થિર દૃષ્ટિમાં તત્ત્વબોધ રત્નપત્રા તુલ્ય દીર્ઘકાળ ટકે તેવો હોય છે. રત્નમાં જેમ એબ હોય છે તેમ એકાંતે શુદ્ધિ હોતી નથી. સાધ્યનો સાક્ષાત્કાર થવાથી તત્ત્વજ્ઞાન કે સર્વજ્ઞાદિમાં શંકાદિ થતી નથી. બોધ સમ્યક અને સૂક્ષ્મ હોય છે. છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં યોગની સિદ્ધિ મળી હોવા છતાં જીવ તેમાં આસક્ત થતો નથી. આ દૃષ્ટિમાં બોધ તારાની પ્રભા જેવો એક સરખો હોવાથી બોધનો પ્રકાશ સ્થિર હોય છે. તૃણ, ગોમયની જેમ ઝબક ઝબક થતો નથી. એક સરખો સ્થિર પ્રકાશ ચાલુ રહે છે. સાતમી પ્રભાષ્ટિમાં બોધ સૂર્યની પ્રભા જેવો એક સરખો લાંબા સમય સુધી સ્થિર પણ એકસરખો રહે છે. બોધ મહાલાભનું કારણ થાય છે. આઠમી પરાષ્ટિમાં ચંદ્રની ચંદ્રિકા જેવો સૂક્ષ્મ સતત ચાલુ રહે છે. સૂર્યની ક્રાંતિ જેમ આંખને તે આંજી નાખતો નથી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org