________________
જૈન ધર્મના
પુષ્પગુચ્છ
કલ્પસૂત્ર પ્રમાણે શ્રેણિમાં ક્ષપક બંધ થઈ, લુપ્ત થઈ તેથી તે માટે પ્રયત્ન ન થાય કેમ કે શ્રેણિ ચોથા, પાંચમે, છઠ્ઠા, સાતમે ગુણસ્થાનકે રહેલો જીવ પામી શકે છે. આગળ વધીએ તે પૂર્વે જે ચાર વ્યક્તિ પાંચમા આરાના અંતે હશે તેમાંથી પહેલા-બે (શ્રાવક-શ્રાવિકા) ચોથે અને બાકીના બે (સાધુ-સાધ્વી) પાંચમે-છઠ્ઠ ગુણસ્થાનકે હોઈ શકે. ૭મું ગુણસ્થાનક પહોંચની બહાર હોવાથી તે પછી ગ્રંથિભેદ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સમ્યક્ત્વ ક્યાંથી સંભવી શકે ?
૪૮
તેથી ઉપશમ, ક્ષાયોપશમિક. ક્ષાયિક શ્રેણિઓ તથા ઉપશમ સમ્યકત્વ, ક્ષાયોપશમિક, મ્યકત્વ તથા ક્ષાયિક સમ્યકત્વની જાણ કરી લઇએ. આયંબિલની ઓળીના સુમાંગલિક પર્વે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી રચિત શ્રીપાલરાજાનો રાસ હોંશપૂર્વક વંચાય છે. તેના ચતુર્થ ખંડની ૧૧મીઢાળમાં ૨૬મા શ્લોકમાં શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષાપૂર્વક શ્રદ્ધાના પરિણામને સમ્યક્દર્શન કહ્યું છે. ૨૭મા શ્લોકમાં ત્રણ પ્રકારના સમ્.કત્વ વિષે કહ્યું છે : દર્શન સપ્તરૂપી કર્મમળને ઉપશમવાથી ઉપશમ સમ્યકત્વ, ક્ષયોપશમ કરવાથી ક્ષયોપશમિક સમ્યકત્વ, ક્ષય કરવાતી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે.
૨૮મા શ્લોકમાં જણાવ્યું છે કે સંપૂર્ણ સંસારચક્રમાં ઉપશમ સમ્યકત્વ પાંચવાર, ક્ષાયોપશમિક સમ્યકત્વ અસંખ્યાતીવાર અને ક્ષાયિક એકવાર મળે છે. ૩૦મા શ્લોકમાં પ્રતિપાદિત કર્યું છે કે સમ્યકત્વ શ્રદ્ધા વગેરે ૬૭ બોલથી અલંકૃત તયેલું છે; જ્ઞાન, ચારિત્રના મૂળ સમાન છે; મોક્ષમાર્ગ માટે સદા અનુકૂળ છે.
ચાર અનંતાનુબંધી ક્રોદ, માન, માયા અને લોભ (કર્કશ કષાયો); સમકિત મોહનીય, મિશ્ર મોહનીય, અને મિથ્યાત્વ મોહનીય આ સાતને દર્શનસપ્તક કહેવાય છે. આ સાતનો ક્ષય રવાથી ક્ષાયિક સમ્યકત્વ પમાય છે. જે આ આરામાં અશક્ય છે કેમકે મહામિથ્યાત્વી જીવો અન્ન તે કરી શકનાર નથી તેથી કલ્પસૂત્રમાં ક્ષાયિક સમ્યકત્વનો લોપ રહ્યો છે.
જે જીવને અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વ મોહનીય સત્તામાં હોય; પણ પ્રદેશ કે રસોદય ન હોય તેને ઔપશમિક સમ્યકત્વ હોય છે. જે આત્માને સમ્યકત્વ હોય જે કર્મના ઉપશમને લીધે પ્રાપ્ત થયેલું હોવાથી ઔપમિક સમય્યત્વ કહેવાય. આ કર્મનો વિદ્યમાન આરામાં પણ ઉપશમ ન થઈ શકે તેમ હોવાથી કલ્પસૂત્ર પ્રમાણે ઉપશમ સમ્યકત્વ પણ લુપ્ત બતાવ્યું છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org