________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ પ્રથમ મિથ્યાદૃષ્ટિમાં યોગનું પ્રથમ અંગ યમ એટલે અહિંસા, સત્ય, અસ્તેય, મૈથુનવિરમણ અને અપરિગ્રહતા. સુપ્રસિદ્ધ પાંચ યમ અત્રે પ્રાપ્ત થાય છે. જીવ આ દૃષ્ટિમાં અદ્વેષથી આગળ જાય છે. મુક્તિ તરફનો દ્વેષ મંદ થઈ તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. મોક્ષ તરફનું પ્રયાણ અહીં શરૂ થાય છે. બીજું અહીં યોગાવંચક, ક્રિયાવંચક અને ફળાવંચક ત્રણે અવંચકભાવ આ દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. જેથી શુભ સંજોગો મળી રહે છે. આવો જીવ પણ ઉત્તમ સંજોગો હોવા છતાં પણ પ્રથમ ગુણસ્થાનકે જ છે. ઘણાખરા જીવોને અહીં ઊભા રહેવાનું જ શક્ય નથી તો પછી સમ્યત્વની પ્રાપ્તિ કે ચતુર્થ કે પંચમ ગુણસ્થાનકની વાત જ ક્યાં રીહ ? તેથી ભૂલભરેલી ભ્રમણામાં રહી દાંભિક અવસ્થા ધારણ કરવા કરતાં મૂલ સ્થિતિને સમજી ચેતનાત્માને ત્રિત કરવા વિચાર કરવો હિતાવહ છે. તે માટે સતત સમ્યકત્વ પામવાનું રટણ ચાલુ કરી દેવું. પૂજા, વ્રત, તપ, સ્વાધ્યાય, તીર્થયાત્રા, સામાયિકાદિ અનુષ્ઠાનો શા માટે, તો સમ્યકત્વ મેળવવા માટે જ તો. કીટભ્રમરન્યાયે સમ્યક્ત્વની પ્રાપ્તિનું ધ્યેય હાંસલ થશે જ. ઉન્નતિમાં વધારો, ભવસ્થિતિ બહુ અલ્પ, સંસારનો છેડો નજીક આવે ત્યારે આ યોગદષ્ટિમાં અવાય છે.
બીજી તારાદૃષ્ટિમાં યોગનું બીજું અંગ નિયમ પ્રાપ્ત થાય છે. તે આ છેઃ શૌચસંતોષતપ: સ્વાધ્યાયેશ્વર-પ્રાણિધાનાનિ નિયમા: અહીં જિજ્ઞાસા ગુણની પ્રાપ્તિ થાય છે. એટલે કે તત્ત્વજ્ઞાન મેળવવાની લાલસા, અભિલાષા થાય છે. શુભ કાર્યો કરવામાં જે અનુગ, અખેદ હતો તે હવે વધુ સ્પષ્ટ બને છે. પ્રત્યેક આગલી દૃષ્ટિમાં આત્મોગુણો વધુ વધુ વિકસિત થતાં જતાં મિથ્યાત્વ ધીમે ધીમે જે ગાઢ હતું તે હવે મંદ, મંદતર, મંદતમ થતું જાય છે. અભવી અને દુર્ભવ્યો મોંઢામાં આંગળા નાંખી દઇએ એટલો ધર્મ, તપ વગેરે કરે, સાડા નવ પૂર્વોનું જ્ઞાન પ્રાપ્ત કરે પણ ગાઢ મિથ્યાત્વ, મોક્ષ પ્રત્યે દ્વેષ, તથા એહિક–પારલૌકિક હેતુ માટેની તેઓની સાધનાદિ વ્યર્થ જતી રહે છે. બીજી દૃષ્ટિમાં વર્તતા જીવોને સંસાર પ્રત્યે સવિશેષ ખેદ થાય છે. તેઓનો ઉન્નતિક્રમ એટલો વધી જાય છે કે પોતાનામાં ન હોય તેવા ગુણો હોવાનો દેખાવ કદી પણ કરતા નથી.
ત્રીજી બલાદૃષ્ટિમાં સાધ્યદર્શન કંઈક વિશેષ સુદઢ થાય છે. અહીં જીવ ગ્રંથીભેદની સમીપ આવી જાય છે. જે વિચારો ભ્રમણકાળ દરમ્યાન ન આવ્યા હોય, જેવું આત્મિક બળ પ્રગટેલું ન અનુભવ્યું હોય તેવા ભાવો સ્પષ્ટ રીતે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org