________________
૪૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ તેના ગુણો વર્ણનાતીત હોય છે, તેનામાં નિરીહભાવ હોવાથી સર્વ પૃહા તથા આકાંક્ષાઓને તિલાંજલિ આપેલી હોય છે. ઉપર વર્ણવેલા ખેદાદિ આઠ દૂષણો પૈકી સંસાર પરની આસક્તિનો છેલ્લો દોષ તેનો પણ અંત આવે છે. તેના વર્તનમાં સમિતિ, ગુપ્તિ, સંયમાદિ મૂળ-ઉત્તર ગુણો એવાં પ્રગટ થયાં હોય છે તથા આત્મીય ગુપ્તિમાં એવો અપ્રમત્ત અને તન્મય રહે છે કે તેથી તેની ઉત્ક્રાંન્તિ ત્વરિત થઈ જાય છે.
તેની ક્રિયાથી ભવોપગ્રાહી તથા સાંપરાયિક કર્મોનો ક્ષય એવો થતો રહે છે કે તેને ફરી સંસાર-ભ્રમણમાંથી મુક્તિ મળી જાય છે. પ્રાપ્ત થયેલો ધર્મસંન્યાસ પરાકાષ્ઠાએ પહોંચે છે, સર્વ દોષો ક્ષીણ થઈ જાય છે, અનેકાનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. વળી આ સ્થિતિએ પહોંચ્યા પછી કર્મરાજા મોહનીય કર્મ ઉપર ચારે તરફથી મોટો ઘેરો ઘાલવામાં આવે છે જેના પરિણામ સ્વરૂપે મોહનીયકર્મ ચારેબાજુથી ક્ષીણપ્રાયઃ થઈ નષ્ટ થઈ જાય છે. ઘનઘાતી કર્મોના નાશ પૂર્વે અનેક કર્મોનો ચૂરો કરી સયોગી ગુણસ્થાનક પ્રાપ્ત કરવા તૈયાર થતાં, જ્ઞાનાવરણાદિ કર્મો નષ્ટ થતાં, મનોયોગ પણ ક્ષીણ થતાં, અયોગી બની તે જીવ આત્માનંદમાં મસ્ત રહી સ્વાભાવિક આનદની પરાકાષ્ઠા અનુભવે છે. આ ઉત્કૃષ્ટ દશામાં આયુષ્ય પહોંચે ત્યાં સુધી રાહી પૃથ્વીતળને પાવન કરતો મનોયોગાદિ તથા સર્વ કર્મોના ઉપર વિજય મેળવી શેલેશી અવસ્થા મેળવી બાકીનાં ચાર અઘાતી કર્મોવેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય પણ ક્ષણપ્રાયઃ થતાં અયોગી અવસ્થા પ્રાપ્ત કરી નિવૃત્તિસ્થાનક સાધ્યસ્થાન મેળવી સદા માટે આત્માનંદમાં નિરંજન, નિરાકાર, નિર્લેપ, નિઃશલ્ય બની પાંચમી પરમોચ્ચ ગતિમાં સદાને માટે વિચરે છે.
નિષ્કર્ષ રૂપે કહી શકાય કે ઓઘદૃષ્ટિ ત્યજી યોગદૃષ્ટિમાં જીવ આવે તે પહેલાં તેણે અનંતપુદ્ગલપરાવર્તી કરી નાંખી જ્યારે તે અંતિમ પુદ્ગલપરાવર્તમાં આવી પહોંચે ત્યારે ક્રોડાક્રોડથી ન્યૂન એમ સાતે કર્મો ક્ષીણ થતાં અપુનબંધક બની શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ, ગ્રંથીભેદ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સમકિતી થઈ અર્ધપુગલપરાવર્તમાં મોક્ષપુરીનો મહેમાન સદાને માટે બની જાય છે.
આઠ દૃષ્ટિમાં બહિરાત્મભાવ, અંતરાત્મા અને પરમાત્મા સમાવિષ્ટ થાય છે. શરીર હું છું તે બહિરાત્મા, આત્મા હું છું તે અંતરાત્મા, પરમ ચૈતન્ય હું છું તે અથવા કર્મો ક્ષીણ થયેલાં છે તે પરમાત્મા. વિષય-કષાયોનો આવેશ, તત્ત્વની અશ્રદ્ધા, ગુણદ્વેષ (પોતાનામાં તો ગુણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org