________________
૩ ૨
જૈન ધર્મના પુષ્પગુચ્છ યોગદૃષ્ટિસમુચ્ચય ગાથા ૧૭મીમાં સસ્ત્રદ્ધાસંગી બોધને દૃષ્ટિ કહી છે. વિચારપૂર્વક શ્રદ્ધા રાખી નિર્ણય કરવો અને સત્ય સ્વરૂપનું જ્ઞાન કરવું તે દૃષ્ટિ કહેવાય. જેમ જેમ દૃષ્ટિ ઉચ્ચ થતી જાય તેમ તેમ ઉન્નતિક્રમમાં સમ્યક પ્રકારના બોધની પ્રાપ્તિ થાય છે. કર્મો કાંઈક ઉદયમાં આવી ખરી ગયાં હોય, કીક દબાઈ ગયાં હોય, કાંઈક ક્ષય પામ્યાં હોય તેમ તેમ સાધ્ય દર્શન સ્પષ્ટ થતું જાય છે, જીવ આગળ વધતો જાય છે. આ માટે જ્ઞાની, સમર્થ, ચારિત્ર્યવાન, સુસાધુ પાસેથી જે બોધ થાય તેને દૃષ્ટિ કહી શકીએ. ઉન્નતિક્રમ માટે આ અત્યંત આવશ્યક છે.
આઠ દૃષ્ટિમાં પહેલી મિત્રા અને તે પછીની ત્રણ દૃષ્ટિઓ તારા, બલા અને દીપ્રા મિથ્યાદૃષ્ટિ જીવને પણ સંભવે છે. આ જીવો ઉન્નતિક્રમમાં બહુ પછાત હોય છે. તેમાં કેટલાંક અનંતસંસારી અને કેટલાંક દુર્ભવી અને અભવી પણ હોય છે. આવાં જીવોમાં મહાવિશુદ્ધ ચાર દૃષ્ટિવંત જીવો કેમ હોય તે પ્રશ્ન થાય છે. ત્યારે આ દૃષ્ટિમાં રહેલાં જીવોનો ઉન્નતિક્રમ ઘણો વધી ગયેલો હોય છે. તે સમજવા ઓઘદૃષ્ટિનું સ્વરૂપ સમજીએ. ઓઘદૃષ્ટિ એટલે જનસમૂહની સામાન્ય દૃષ્ટિ. ગતાનગતિક, વડીલોના ધર્મને અનુસરવું, બહુજનસંમત પૂજ્ય ધર્મના અનુયાયી થવું, પોતાની અક્કલનો ઉપયોગ ન કરવો તેનું નામ ઓઘદૃષ્ટિ. બાળજીવો કે અવિવેકી જીવની દૃષ્ટિથી તતું સાધ્યદર્શન તે ઓઘદૃષ્ટિનું દર્શન. તેવા જીવોને સાધ્યનું દર્શન થતું નથી, કરતાં નથી, તે માટે વિચારતા પણ નથી અને તેવું કરવાની સન્મુખ પણ જતા નથી, કોઈ વિચારે તો તેનું દર્શન કર્મવિચિત્રતાને લીધે આવરણવાળું હોવાથી અતિસ્વલ્ય કે અસ્પષ્ટ દર્શન હોય છે. આવી ઓગદૃષ્ટિથી જુદી પાડવા આઠ દૃષ્ટિઓને યોગદૃષ્ટિ કહેવાય છે. અનાદિકાળથી ભમતો જીવ તે દૃષ્ટિ ત્યજી દે ત્યારે ઉન્નતિક્રમમાં આગળ વધે છે. અનંત સંસારચક્રમાં ભ્રમણ કરતાં જ્યારે જીવ સાધ્યસમીપ આવે છે: ભવસ્થિતિ પરિપક્વ થાય છે ત્યારે તે પ્રથમ દૃષ્ટિ પ્રાપ્ત કરે છે. જૈન પરિભાષામાં કહીએ તો છેલ્લાં પુદગલપરાવર્તમાં આ સ્થિતિ પ્રાપ્ત થાય છે. ઓઘદૃષ્ટિની અપેક્ષાએ આ જીવ ઉન્નતિક્રમમાં ઘણો આગળ વધેલો હોય છે. સઋદ્ધાસંગી બોધરૂપી દૃષ્ટિ માટે સત્સંગનો યોગ આ ચારે દૃષ્ટિમાં હોઈ શકે છે. મિથ્યાષ્ટિમાં એટલે મિથ્યાત્વ નષ્ટ ન થયું હોવા છતાં પણ તેવા જીવોને યોગદષ્ટિવાળા કહેવાય છે. તેથી આ ચારે દૃષ્ટિવાળા જીવોનો સમાવેશ યોગદૃષ્ટિમાં કર્યો છે. આઠ દૃષ્ટિમાંથી છેલ્લી ચાર દૃષ્ટિવાળા જીવોને મોક્ષ પ્રાપ્તિ માટેનું પ્રયાણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org