________________
મોહનીયની માયાજાળ પુલાનંદી કે ભવાભિનંદી ન થવું. કર્મોની સંવર દ્વારા નિર્જરા પ્રત્યે જ ધ્યાન કેન્દ્રિત કરવું. ધર્મનો મર્મ એ અંતરની પરિણતિ છે તેમ મન સમક્ષ સદેવ રાખવું. ક્રિયા કરતાં પરિણતિ પ્રત્યે લક્ષ રાખવું. મહાવેરાગ્ય, મહાવિરક્ત અને વિરતિભાવમાં મગ્ન રહેવું, ઉપશમ, સંવર અને વિવેક કેળવવા, અશુભ ભાવો તથા અશુભલેશ્યા ત્યજી શુભ ભાવો તથા શુભ લેશ્યાનું સેવન, વ્રતો અને કરણની જયણા. પુણાનુબંધી પુણ્ય મેળવવા પાપનો પ્રબળ સંતાપ, બહુ ગદ્ગદ્ દિલે, ધર્મારાધના અને તેમાં નિરાશસભાવ. આના ફળસ્વરૂપે અહોભાવ, ગદ્ગદ્ દિલ, અપૂર્વ હર્ષોલ્લાસ અને રોમાંચ પ્રગટવા જોઇએ. જિનદર્શન કે જિનસ્તવન કરતાં એકાગ્રતા તથા અનુપ્રેક્ષા, ધર્મનો મર્મ સમજી સામાયિક, પ્રતિકમણાદિ અનુષ્ઠાનો કરતાં પરિણતિ થવી જોઇએ. આગળ ને આગળ વધવું જોઈ, અંતર પરિણત થવું જોઇએ, માર્ગાનુસારિતા, માર્ગાસત્ર, માર્ગોનુખ થવું જોઇએ, ભવનિર્વેદ, સંવેગ, સંવર તથા નિર્જરા દ્વારા પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ, મોક્ષ મેળવવાની અદમ્ય લાલસા, વિનય, વિવેક, વૈયાવચ્યાદિ આત્મતિકારક ગુણોની ભરમાર, આહારાદિ દશ સંજ્ઞાનો જય, પાપ અને પાપી જીવનનો તીવ્ર સંતાપ, સમાધિ અને સમતાદિ ગુણોની ભરમારથી આત્મોન્નતિ તથા આત્મવિકાસથી સિદ્ધિતપની પ્રાપ્તિ સુકર બને. આ પંક્તિથી આની પુષ્ટિ કરું -
ભાવે ભાવના ભાવિએ, ભાવે દીજે દાન. ભાવે જીનવ૨ પુંજીએ, ભાવે કેવળજ્ઞાન.
બાર ભાવનાઓ છે. તેમાંથી એક કે વધુ દ્વારા આ રહી કેવળજ્ઞાનધારાની કેટલીક ફોજ: માતા મરૂદેવી, સ્નાનાગારમાં વીંટી પાડનારા ભરત ચક્રવર્તી, ભાઇને મારવા મુઠ્ઠી ઉગામનાર બાહુબલી, પ્રભુ પ્રત્યેની આસક્તિ, રાગ, મોહમાયાને ત્યજનાર ચાર જ્ઞાનના ધારક પ્રથમ ગણધર ગૌતમસ્વામી, મસ્તક ઉપર અંગારા સહન કરનાર ગજસુકુમાલ, ભિક્ષામાં પોતાની લબ્ધિ વગર મળેલા લાડુનો ચૂરો કરનાર ઢંઢણકુમાર, ગુરુણીનો ઠપકો ન સહન કરનાર પટ્ટધર મહાવીર પ્રભુની સાધ્વીઓમાં શિરમોર ચંદનબાળા, કેવળોની આશાતના કરી છે એમ જાણનાર મૃગાવતીજી, શીતલાચાર્ય, તથા તેના જ ભાણે જો, ચંદ્રઆચાર્ય, નદી પાર કરનાર ગુરુ અર્ણિકપુત્ર તેના શિષ્યા પુષ્પચૂલા અને જે તેને પ્રતિદિન યોગ્ય માત્રામાં આહાર આપનાર લલિતાંગ મુનિ તથા નાસ્તિક અસંતમ, લગ્નની ચોરીમાં કામનો સંહાર કરનાર ગુણસાગર, રાજસિંહાસર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org