________________
૨ ૬
જૈન ધર્મના પુષ્પગુચ્છ થતાં પ્રાપ્ત સમકત્વ ગુમાવી દેવાય છતાં પમ તે જીવો અર્ધપુદ્ગલ પરાવર્તકાળથી ઓછા સમયમાં મોક્ષ પામશે. આવાં જીવોએ તીર્થકર ભગવંતોની અશાતના કરી હોય છે. તેથી સમ્યકત્વ ગુણ પામ્યા વગર કોઇપણ જીવની ક્યારેય પણ મુક્તિ થાય નહીં.
દર્શનમોહનીયના ક્ષયોપશમની સાથે ચારિત્રમોહનીયનો ઉદય હોય અને તે જોરદાર હોય તો આત્મા સંસારના સુખદુઃખમાં રતિઅરતિ અનુભવે તેટલા માત્રથી તેનામાં સમ્યગ્દર્શન નથી તેમ કહી ન શકાય, એટલે કે તે મિથ્યાદૃષ્ટિ છે; એવો નિર્ણય ન કરી દર્શનમોહનીયનો ભયોપશમ તાત્વિક રીતે આત્માને તાવિક દૃષ્ટિએ દેખતો કરી દે છે. જ્ઞાનીઓના કહ્યા પ્રમાણે હેયને હેય અને ઉપાદેયને ઉપાદેય જ માને એ દર્શનમોહનીયના ક્ષયોપશમથી શક્ય બને. પરંતુ હેયનો ત્યાગ કરવાનો જોરદાર ઉલ્લાસ અને ઉપાદેયનો સ્વીકાર કરવાનો જોરદાર ઉલ્લાસ પેદા થવા માટે ચારિત્ર મોહનીયની જરૂર પડે છે. દર્શનમોહનીયના ક્ષયોપશમના પ્રતાપે મોક્ષની અને શુદ્ધ મોક્ષમાર્ગની રુચિ પ્રગટે પણ તેને આચરવા માટે જે સમ્યકચારિત્ર છે તેના ક્ષયોપશમ વગર પમાય નહીં.
સમ્યકત્વની આ ચર્ચાના પરિણામ રૂપે એમ સમજવાનું નથી કે તેની સાથે રત્નત્રય એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રની ઉપેક્ષા સેવવાની છે. તેથી જ ધર્મને ધર્મ રૂપે કરવાની શરૂઆત પ્રથમ ગુણઠાણેથી થાય છે. આમ મિથ્યાવાદિની મંદતાની અપેક્ષાએ કહી શકાય. સમ્યગ્દર્શનની હાજરી માત્રથી જ્ઞાન સમ્યજ્ઞાન બને છે, ચારિત્ર સમ્મચારિત્ર બને છે અને તપ સમ્યક્ તપ બને છે. આ માટે શ્રદ્ધાળુ આત્માઓએ દેવ, ગુરુ અને ધર્મના વિષયમાં બહુ ચકોર બનવું જોઇએ. આ ત્રણ તત્ત્વત્રયીમાં અમુક અપેક્ષાએ ગુરુનું સ્થાન બહુ મહત્ત્વનું છે. દેવતત્વ અને ધર્મતત્ત્વની પીછાણા સદ્ગુરુ દ્વારા થાય છે. શ્રી વીતરાગ અને સર્વજ્ઞ દેવના વિરહકાળમાં મોટો આધાર ગુરુતત્ત્વ ઉપર છે. જો ગુરુતત્ત્વ બગડે તો દેવતત્ત્વ પ્રત્યેની બુદ્ધિ વિપર્યાસ પામે. માટે તે આત્મા સમ્યગ્દષ્ટિ કહેવાય કે જે આત્માએ મોક્ષના આશયથી કુદેવ, કુગુરુ તથા કુધર્મનો ત્યાગ કરવા પૂર્વક સુદેવ, સુગુરુ અને સુધર્મનો સ્વીકાર કર્યો હોય. સમ્યગ્દર્શનના અભાવમાં જ્ઞાન અજ્ઞાન છે, ચારિત્ર મિથ્યાચારિત્ર છે અને તપ તે માત્ર કાય-કલેશ છે. તેથી “સમ્યગ્દર્શનશાનચરિત્રાણિ મોક્ષમાર્ગ:' એમ કહેવાયું છે. અહીં સમ્યગ્દર્શન પહેલું મૂકવાનું કારણ એ છે કે સમ્યગ્દર્શનના અભાવમાં જે જ્ઞાન હોય છે તે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org