________________
૩૧.
ધર્મશ્રદ્ધાળુ, વિવેકી, અને નમ્ર હેઈ, ઉદારતાથી શુભ કાર્યોમાં
સ્વદ્રવ્યને વ્યય કરવામાં સદા ઉત્સાહી છે. તેઓએ રૂા. ૧૫૦૦૧, હસ્તગીરીના દેરાસરના થાંભલામાં. રૂ. ૧૫૦૦૧ વાવ પાંજરાપોળમાં, રૂ. ૫૦૦૧ વામજ હાઈસ્કૂલમાં, રૂા. ૫૦૧ વડાવી હાઈસ્કુલના દરવાજા માટે, રૂ. ૨૫૦૦૧ મેડા (આદરેજ) હાઈસ્કૂલમાં આપી પ્રાપ્તલક્ષ્મીને સાર્થક બનાવી છે, બાકી તેમની નાની સખાવત તે હંમેશાં ચાલુ જ હોય છે. તેઓ સદાને માટે આવાં સુકૃત્યોમાં સ્વદ્રવ્યયને વ્યય કરવાપૂર્વક પુન્યાનુબંધિ પુન્યને ઉપાજે એ જ શુભેચ્છા.