________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) તેથી નાભિની ઉપરના તથા નીચેના સ્થાનમાં થયેલા રેગોને, સઘળા પ્રકારના ઉદરના રોગોને, અને ભગંદર રોગને જણાવી આપે છે.
નાડીનાં નામ. स्नायुर्नाडी निशा हिंसा धमनी धारिणी धरा। तंतुकी जीवितहाच शब्दाःपर्याय वाचकाः ॥ १४ ॥
એ નાડીઓનાં નામ-સ્નાયુ, નાડી, નિશા, હિંસા, ધમની, ધારિણી, ધરા, તંતુકી, જીવિતજ્ઞા, એવા શબ્દ તે નાડીના સમાન અર્થવાળા છે.
નાડીઓનાં સૂક્ષ્મ છિદ્રો. आसां च सूक्ष्म सुषिराणि शतानि सप्त स्युस्तानियै रस कृदन्नरसं वहन्ति । आप्यायते वपुरिदं हि नृणाममीषा
मंभःस्रवद्भिरिव सिंधुशतैः समुद्रः ॥ १५ ॥ ઉપર કહેલી નાડીઓમાંથી બીજી અનેક ઝીણી ઝીણી નાડીઓ નીકળેલી છે, અને તેનાં બધાં મળીને ઝીણું ઝીણું સાત છિદ્રો છે. એ છિદ્રોમાં થઈને તે નાડીઓ નિરંતર અન્નના રસનું વહન કરે છે. જેમાં સેંકડો નદીઓમાં થઈને જે પાણી વહે છે તે વડે સમુદ્રનું પોષણ થાય છે, તેમ આ નાડીઓમાં જે અન્નરસ વહે છે તે વડે સઘળાં મનુષ્યના શરીરનું પિષણ થાય છે.
ચાવીશ મુખ્ય નાડીએ. नाभेरधःप्रसृतयो दशयान्त्यधस्था
धै गताः प्रसृतयो दश तद्वदेव । द्वे द्वे शिरे प्रवितते वदने च तिर्यक्
नाड्यश्चतुष्क मथ विशतिरत्र काये ॥ १६ ॥ દશ નાડીઓ નાભિથી નીચેની બાજુએ નીચેના અવયવોમાં રહેલી છે, અને તે જ પ્રમાણે દશ નાડીઓ નાભિથી ઉપરની બાજુએ ગાયેલી છે. વળી બે બે નાડીઓ મુખ ઉપરના ભાગમાં
For Private and Personal Use Only