________________
. શ્રાવક કવિ ઋષભદાસકૃત
કવિ નામના – પ્રતિષ્ઠાનો મહિમા વર્ણવતાં કહે છે કે નામ વિનાનું જીવવું નકામું છે. એના કરતાં પ્રતિષ્ઠિતની ભૂખ પણ ભલી છે. માથું ભલે જાય પણ નાક ન જજો.
જેની કીર્તિ જગતમાં અમર છે તે મર્યા છતાં જીવતા છે, અને જેની કીર્તિ ખંડિત થઈ છે તે જીવતા હોય તોય તેનો અવતાર ધિક્કારપાત્ર છે.
રાણા દૂતને કહે છે, “બાદશાહને કહેજે કે જે રણમાં કાયર બને છે તેનો અવતાર ધિક્કારપાત્ર છે. માટે લડાઈ કરવા તૈયાર રહે.”
દૂતે બાદશાહ પાસે આવી બધી વાત કરી, પોતાના કાન બતાવ્યા. “તમને બેટી કે દમડી આપવાની વાત તો દૂર રહી પણ જયમલ તો તમને ગાળ દે છે.” બાદશાહ વિચારે છે કે લડ્યા વિના ચિત્તોડ આવે નહીં તે વાત નક્કી છે.
ક્રોધે ભરાયેલો બાદશાહ હલ્લો કરે છે. નગરની નાકાબંધી કરે છે. અન્નજળ કાંઈ જ આવી શકતું નથી. રાજા અને પ્રજા આકુળવ્યાકુળ થાય છે. રાણા કહે છે, મુગલને જઈને મળીએ. સંધિ કરીએ.” જયમલ અને પતા કહે છે, “અગ્નિમાં પડીને બળવું સારું, પણ મળવું સારું નહીં. તમારે જવું હોય તો જાવ. અમે લડીશું અને ક્ષત્રિયની લાજ રાખીશું.' રાણા ગયા અને જયમલ અને પતા બન્ને યુદ્ધ કરવા લાગ્યા. અકબરે આ વાત જાણી એટલે સેનાને પાણી ચડાવે છે. મોટા હાથીના માથાથી દરવાજા તોડાવે છે. દરવાજા જ્યાં તૂટ્યાં ત્યાં હિંદુઓ તૈયાર થયા. મોટો કોલાહલ-વિક્ષોભ મચી ગયો. ઘણી સ્ત્રીઓ પુરુષ સાથે અગ્નિમાં બળી. એનું વર્ણન કરતાં પણ પાપ લાગે. મહાપાતક જાણીને પંડિત કવિતા કરતાં પાછા ભાગે છે. જયમલ અને પતા બન્ને હાથી-ઘોડાને મારીને અકબરની સામે થાય છે. લડતાં લડતાં ભલે સો ખંડ થઈ જાય પણ પાછા હઠતા નથી. એ જોઈને અકબર ખુશ થઈ ગયો છે. કહે છે “શું બે ભાઈઓ લડે છે !' - એમની લડાઈ જોઈ ખુશ થયેલો અકબર કહે છે, “તમે લડો નહીં. તમને ગઢ દઈ દઉં છું. તમને હુમાયુની દુહાઈ છે.”
ત્યારે જમયલ અને પતા કહે છે, “અમે લડતાં અટકીશું નહીં. અને પાછાં પગલાં નહીં દઈએ. નારી, પુત્ર, ગઢ અને માલ આ બધું ગુમાવીને અમે જીવીને શું કરીશું ?' તેઓનું શૂરપણું જોઈને બાદશાહ ઘણો ખુશ થયો. તે પોતાના સરદારોને કહે છે કે
એમને જીવતા પકડી લો. મારતા નહીં જયમલ અને પતા બન્ને જીવતા હાથ આવતા નથી પણ લડતાં લડતાં શતખંડ થઈ જાય છે. અકબર ગઢમાં પેસે છે. ક્રોધે ભરાયેલા તેણે હુકમ કર્યો. ચિત્તોડની એક કૂતરીને પણ છોડતા નહીં. જે હાથમાં ચડે તેને ઠાર કરો.”
મહાજન મળવા આવ્યું તો તેને પણ યમને ઘેર પહોંચાડ્યું એટલે કે મારી નાખ્યું. જે ચિત્તોડની નારીને હણીને આવે તેને મોતીથી વધાવવામાં આવતો. મંદિરો પણ પાડી નાખ્યાં. અને તેને આગ લગાડી. આવા ઉગ્ર પાપને લીધે જ અત્યારે પણ તું આમ કરે તો તને ચિત્તોડની લડાઈનું પાપ' એમ કહેવત બોલવામાં આવે છે.
લોકો કહે છે આવા કાળ જેવા અકબરને કેવી રીતે આપણે મળીશું. જેણે જવું હોય તે ભલે જાવ પણ આપણે તો પાછા વળીશું. ગઢ લઈને અકબર પાછો વળી