________________
૩૫૦
શ્રાવક કવિ ઋષભદાસકૃત
“નિસાણ' શબ્દનો ગુરુ અક્ષર, ગણપતિના બે લઘુ અક્ષર, એને ભેગા કરવાથી જે શબ્દ થાય તે કવિના પિતાનું નામ છે.
(સાંગણ) ઋષિ' શબ્દનો ચંદ્ર (પહેલો) અક્ષર, “મેષ' શબ્દનો નયણમો (બીજો) અક્ષર, શાલિભદ્રનો ભવનમો (ત્રીજો) અક્ષર, “કુસુમદામનો વેદમો (ચોથો) અક્ષર, વિમલવસહીનો બારમો (પાંચમો) અક્ષર એ જોડી નામ કરો. શાને તમે ભમો છો ! છે વિખ્યાત વસા પોરવાડ વંશમાં થયેલા શ્રાવકે એ રાસ રચ્યો છે. '
(ઋષભદાસ) [રાસના રઆવર્ષનો સંકેતાર્થ સ્પષ્ટ થતો નથી. પણ અન્યત્ર નિર્દેશ મળે છે તે અનુસાર)
(૧૬૮૫) વૃક્ષમાં જે મોટું ગણાય છે, જેની છાયામાંથી દુષ્ટ નર ભાગી જાય છે તે વૃક્ષને નામે જે માસ છે તેમાં આ રાસ રચ્યો છે.
(આસોમાસ) જેના પ્રથમ અક્ષર વિના કોઈ કાંઈ ન કરો, જેના મધ્ય અક્ષર વિના બધા આરંભ કરો, જેના અંત્ય અક્ષર વિના શ્રી રાવણનું નામ (અથવા રાવણનું મસ્તક). થાય અને તે અજવાળી તિથિ છે.
| (શુકલ દસમ) સકલ દેવોના જે ગુરુ છે, ઘણા પુરુષોને જે પ્રિય છે, જો તે ઘેર પધારે તો જયજયકાર થાય, એ નામે જે વાર છે તે વારે આ રચના કરી.
(ગુરુવાર) | દિવાળી પહેલાં જે પર્વ આવે છે, ઉદાયી રાજા પછી જે રાજા ગાદીએ બેઠો, એ બે મળીને ગુરુનું નામ થાય છે જેને સ્મરવાથી સઘળાં કામ સિદ્ધ થાય છે.
| વિજયાનંદસૂરિ) ગુરુને નામે મારી આશા પૂર્ણ થઈ. ખંભાતમાં મેં આ રાસ રચ્યો. બધાં જ નગર-નગરીઓમાં ખંભાત મુખ્ય છે. સકલ દેશના શણગારરૂપ ગુર્જર દેશ છે. તેમાં પંડિતો ઘણા છે. પણ ખંભાતના પંડિતો આગળ તે બધા હારી જાય. એ નગરમાં વિવેક, વિચાર અપાર છે. તથા અઢારે વર્ણના લોકો વસે છે. જ્યાં બધા વર્ણના લોકો ઓળખાય છે અને સૌ સાધુપુરુષોનાં ચરણ પૂજે છે. અહીં ધનવાન લોક વસે છે. ગુણવંત પુરુષો પટોળાં તથા ત્રણ આંગળ પહોળા સોનાના કંદોરા પહેરે છે. વળી રેશમના કંદોરા તળે સોનાનાં માદળિયાં મઢેલાં છે. રૂપાના ઝૂડામાં કૂંચીઓ રાખે છે તથા ગળામાં સોનાની સાંકળી પહેરે છે.
મોટા વણિકો દાનવીર છે. સાલુ પાઘડી બાંધે છે. એ પાંત્રીશ ગજ લાંબી પાઘડી તેઓ પોતાને હાથે માથે બાંધે છે. એ વેળાએ વખણાતાં ઝીણાં વસ્ત્રો પહેરે છે. તથા નવગજ લાંબી સવાગજી રેશમી ધોતી કેડે પહેરે છે. કોઈ વળી માથે ચાર રૂપિયાનું ફાળિયું બાંધે છે. અને સાઠ રૂપિયાની પછેડી-પામરી નાખે છે. વળી રેશમી કભાય - અંગરખું પહેરે છે જે સો રૂપિયામાં મળતું. હાથમાં બેરખા તથા વીંટીઓ પહેરતા, ત્યારે એમ લાગે કે તેઓ સ્વર્ગથી આવ્યા છે. પગમાં મોજડી પહેરતા તે પણ ખૂબ નાજુક,