Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 384
________________ શ્રી હીરવિજયસૂરિરાસ વાહલાં જસ(નહિ) ત્રિ ને ચ્યાર, પંચ ઇગ્યાર રૂચિ નહિ બાર; વેર ચૌદસ્યું તેરસ્યું પ્રેમ, વીસ તજી ઓગણીસ ગ્રહે કેમ. ઠંડી ચોવીસ ગ્રહે બાવીસ, બત્રીસ ગ્રહિ છડે પાંત્રીસ; ૩૦૪૪ ઓગણત્રીસસ્તું ધરતો પ્રેમ, એકત્રીસ નિત્ય સંભારે કેમ. તેત્રીસ લહે ન લહે ચોત્રીસ, અલગાં મૂકે કાં છત્રીસ; ચોરાસી ઉપરિચિત્ત જાય, એકસોઆઠ કહિયેં નવિ ધ્યાય. સાંભલી હીરમુનિનો રાસ, સખા બોલનો કરો અભ્યાસ; મીઠાં બોલ ન મૂકો સહી, હીરચરિત્ર સુણો ગહિગહી. વરસ ઇકોત્તર (૭૧) આશરે આય, પન્નરત્યાસીયે (૧૫૮૩) જન્મ જ થાય; પન્નછન્નયે (૧૫૯૬) દીક્ષા લેહ, સોળસાતોતરે (૧૬૦૭) ૫૦ પદ તેહ. સોળઆઠોત્તરિ (૧૬૦૮) સહી ઉવજ્ઝાય, દાહોત્તરિ (૧૬૧૦) ગચ્છનાયક થાય; બાવશે(૧૯૫૨)જેણે કીધો કાળ, તે ગુરુને વંદો વૃદ્ધબાળ. કવિજન કેરી પોહોતી આસ, હીર તણો મેં જોડ્યો ાસ; ઋષભદેવ ગણધર મહિમાય, તૂટી સારદ બ્રહ્મસુતાય. ૩૪૯ ૩૦૪૫ ૩૦૪૬ ૩૦૪૭ ૩૦૪૮ ૩૦૪૯ ૩૦૫૦ શ્રીસરસ્વતી અને શ્રી ગુરુના નામથી આ રાસ રચાયો. સૂર્ય, ચંદ્ર, ધરતી, ઇંદ્રવિમાન, દ્વીપ, સમુદ્ર રહે ત્યાં સુધી એ ગ્રંથ ટકી રહો. કયા દેશમાં, કયા ગામમાં તથા કયા રાજાના રાજ્યમાં આ રાસ રચ્યો, કોના પુત્રે કયા સંવત્સરના કયા માસમાં કયા દિવસે કયા વારે રચ્યો તે વાત સમસ્યાથી દર્શાવવામાં આવી છે. મૂઢ માણસ તો એ શું સમજે પણ જે નિપુણ પંડિત છે તે એને સમજી શકશે. પાટણમાં પેદા થયેલ માણસ જે ૮૪ જ્ઞાતિનું પોષણ કરે છે અને જગતમાં જે મોટો પુરુષ ગણાય છે તેની ન્યાતના નામે દેશ છે. (ગુજ્જર દેશ) પહેલા અક્ષર વિના જે ‘બીબામાં હોય, મધ્ય અક્ષર વિના જે બધાને હોય છે, અંત્ય અક્ષર વિના જે ભુવનમાં હોય છે એ પરથી નગરીનું નામ વિચારો. (ખંભાત) ‘ખડ્ગ'નો પહેલો અક્ષર, ધરમ’નો બીજો અક્ષર, ‘કુસુમ’નો ત્રીજો અક્ષર લઈને નગરીનો રાજા થાય. (ખુરમ પાદશાહ) પા. ૩૦૪૪.૨ ઓગણત્રીસ ૩૦૪૬.૧ ચોવીસ (ચોત્રીસ’ને સ્થાને) ૩૦૪૮.૨ આપેહ (તેહ’ને સ્થાને).

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398