Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 388
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૫૩ ૩૦૬૭ ગુર નામે મુજ પોહોતી આસ, ત્રંબાવતીમાં કીધો રાસ; * સકલ નગર-નગરીમાં જોય, બાવતી તે અધિકી હોય. ૩૦૬૫ સકલ દેસ તણો શિણગાર, ગુજ્જર દેસ નર પંડિત સાર; ગુજ્જર દેસના પંડિત બહુ, ખંભાયત આગળ હારે સહુ. ૩૦૬૬ જિહાં વિવેક વિચાર અપાર, વસે લોક જિહાં વર્ણ અઢાર; ઓળખાયે જિહાં વર્ણાવરણ, સાધુ પુરુષનાં પૂજે ચરણ. વસે લોક વારૂ ધનવંત, પહેરે પટોળાં નર ગુણવંત; કનક તણા કંદોરા જડ્યા, ત્રિય આગળ તે પુસ્તુળા ઘડ્યા. ૩૦૬૮ હિર તણો કંદોરો તળે, કનક તણાં માદળી મળે; રૂપકસાંકળી કુંચી ખરી, સોવન સાંકળી ગળે ઊતરી. ૩૦૬૯ વડા વાણીઆ જિહાં દાતાર, સાલુ પાઘડી બાંધિ સાર; લાંબી ગજ ભાખું પાંત્રીસ, બાંધતા હરખે કર ને સીસ. ૩૦૭૦ ભાઈરવની એગતાઈ જ્યાંહિ, ઝીણા ઝગા પહેર્યા તે માહિ; ટ્ટી રેસમી કહેઢિ ભજી, નવગજ લંબ સવા તે ગઇ. ૩૦૭૧ ઉપર ફાળિયું બાંધે કોઈ, યાર રૂપૈયાનું તે જોઈ; કોઈ પછવડી કોઈ પામરી, સાઠિ રૂપૈયાની તે ખરી. ૩૦૭૨ પહિરિ રેશમી જેહ કભાય, એક શત રૂપૈયા તે થાય; હાથે બહેરખા બહુ મુદ્રિકા, આવ્યા નર જાણું સ્વર્ગ થકા. ૩૦૭૩ પગે વાણહી અતિ સુકમાલ, સ્યામ વર્ણ સબળી તે જાળ; તેલ કુલ સુગંધ સનાન, અંગે વિલેપન તિલક ને પાન. ૩૦૭૪ એહવા પુરુષ વસે જેણે ઠહિ, સ્ત્રીની શોભા કહીય ન જાય; . રૂપે રંભા બહુ શિણગાર, ફરી ઉત્તર નાપે ભરતાર. ૩૦૭૫ ઈસ્યું નગર તે ત્રંબાવતી, સાયર લહર જિહાં આવતી; વાહાણ વખાર તણો નહિ પાર, હાટે લોક કરે વ્યાપાર. ૩૦૭૬ નગર કોટ ને ત્રિપોલીઉં, માણેક્યોકે બહુ માણસ મિળ્યું વોહો કુંળી ડોડી સેર, આલે દોકડા તેહના તેર. ૩૦૭૭ ભોગી લોક ઇસ્યા જિહાં વસે, દાન વરે પાછા નવિ ખસે; ભોગી પુરુષ ને કરુણાવંત, વાણિગ છોડિ બાંધ્યા જંત. ૩૦૭૮ પશુ પુરુષની પીડા હરિ, માંદા નરને સાજા કરિ; અજા મહીષની કરિ સંભાલ, શ્રાવક જીવદયાપ્રતિપાળ. ૩૦૭૯ પંચ્યાસી જિનના પ્રાસાદ, ધ્વજ તોરણ તિહાં ઘંટનાદ; પસ્તાલીસ જિહાં પૌષધશાળ, કરે વખાણ મુનિ વાચાળ. ૩૦૮૦ ટિ. ૩૦૭૧.૧ ઝીણા ઝગા = ઝીણાં વસ્ત્રો ૩૦૭૧.૨ કહેઢિ = કમ્મરે ૩૦૭૪.૧ વાણી = મોજડી (સં. ઉપાન) ૩૦૭૭.૧ ત્રિપોલીઉં = ત્રણ પ્રવેશદ્વારવાળું

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398