________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૩૫૧
શ્યામવર્ણી અને મજબૂત છે. સ્નાન કરી ને તેલ આદિ સુગંધી દ્રવ્યોનું અંગે વિલેપન કરે છે, તિલક કરે છે ને પાન ચાવે છે.
આવા પુરુષો જે સ્થાને વસે છે ત્યાંની સ્ત્રીઓની શોભા વર્ણવી જાય એવી નથી. ખૂબ શણગાર કરેલી સ્ત્રીઓ રૂપે રંભા સમી છે, જે પોતાના સ્વામીને સામો ઉત્તર આપતી નથી. આવું ખંભાત નગર છે, જ્યાં સમુદ્રની લહેરો આવે છે. ત્યાં વહાણ અને વખારનો પાર નથી. બજારમાં લોકો વેપાર કરે છે. નગરને ફરતો કોટ તથા ત્રણ પ્રવેશદ્વાર (દરવાજા) છે. માણેકચોકમાં ઘણા માણસો ભેગા થાય છે. કૂંણી ડોડી ખરીદે છે ને એક શેરના તેર દોકડા આપે છે. આવા ભોગી લોક ત્યાં વસે છે જે દાન-અવસરે પાછા પડતા નથી. આ ભોગી પુરુષો કરુણાવંત છે. વણિકો બાંધેલાં પશુ-પંખીઓને છોડાવે છે. પશુઓ અને માણસોની પીડા દૂર કરે છે, માંદા માણસોને સાજા કરે છે. બકરા-પાડાની પણ સંભાળ લે એવા જીવદયાપ્રતિપાલક શ્રાવકો છે. ખંભાતમાં ૮૫ જિનપ્રાસાદો છે, જે હંમેશાં ધ્વજ-તોરણથી શોભે છે ને જ્યાં ઘંટાનાદ થાય છે. ૪૫ પોષધશાળાઓ છે જ્યાં વ્યાખ્યાનકર્તા મુનિઓ વ્યાખ્યાન આપે છે. શ્રાવકો નિયમિત પ્રતિક્રમણ, પોષધ. પૂજા કરીને પુણ્ય કમાતાંકમાતાં દિવસો વિતાવે છે. અહીં વ્યાખ્યાનમાં પ્રભાવના થાય છે ને મોટે ભાગે સાહષ્મીવચ્છલ થતાં હોય છે. અહીં ઉપાશ્રય, દેરાસર ને દુકાન નજીકનજીક છે. અહીં અંડિલભૂમિ, ગોચરી વગેરે સુલભ હોવાથી પ્રાયઃ મુનિઓ અહીં સ્થિરતા કરે છે.
આવા ખંભાતનગરમાં વાસ કરીને મેં હીરસૂરિનો રાસ રચ્યો છે. આ નગરનો ધણી ખુરમ બાદશાહ છે. તેનાં ન્યાયનીતિ અપાર છે. તેના રાજ્ય-અમલમાં સાંગણસુત ઋષભદાસ કવિએ સંવત ૧૬૮૫માં આસો સુદ ૧૦ને ગુરુવારે આ રાસ રચ્યો ને એમ મારા મનની આશા પૂરી થઈ. શ્રી ગુરુના નામે અતિ આનંદ થયો. શ્રી વિજયાણંદસૂરિને હું વંદન કરું છું.
૩૦૫૧
(ઢાલ ૧૦૮ – હીએ રે હી રે હઈય હીંડોલડે એ દેશી) સરસતી શ્રીગુરુ નામથી નીપનો, એ રહો જિહાં રવિચંદ ધરતી; ઈદ્ધ વિમાન યુગ માં લગિ જાણજો,
દ્વીપ સમુદ્ર સુઈ જેહ ફરતી. સરસતી) કવણ દેસે થયો કવણ ગામે કહો, કવણ રાજ્ય લહાો એહ રાસો; કવણ પુત્રે કર્યો કવણ કવિતા ભયો, કવણ સંવત્સરે કવણ માસો. સરસતી
૩૦૫ર કવણ દિન નીપનો કવણ વારૈ ગુરે (ગુર), કરીઅ સમસ્યા સહુ બોલ આણે; મૂઢ એણિ અક્ષરા સોય સું સમયે, નિપુણ પંડિત નરા તેહ જાણે. સરસતી
૩૦૫૩