Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 390
________________ શ્રી હીરવિજયસુરિરાસ ૩૫૫ જિનપૂજા કરવી. (સવારે વાસક્ષેપથી, બપોરે જલ-ચંદન-પુષ્પ આદિથી સાંજે ધૂપ-દીપથી.) આમ જણાવી કવિ પોતાને માટે કહે છે : હું યથાશક્તિ પાંચ પ્રકારનાં (સુપાત્ર, ઉચિત, કીર્તિ, અભય અને અનુકંપા) દાન આપું છું. રોજ દસ જિનમંદિરો જુહારું છું, દેરાસરમાં અક્ષત મૂકીને મારા આત્માને તારું છું. મોટે ભાગે આઠમ-ચૌદસે પોષધ કરું છું અને તેમાં દિવસરાત સ્વાધ્યાય કરું છું. વીપ્રભુનાં વચન (વ્યાખ્યાન) સાંભળીને કર્મને ભેદું છું. પ્રાયઃ વનસ્પતિને છેદતો નથી. મૃષાવાદ અને અદત્તાદાનનું પાપ કરતો નથી. વચન અને કાયાથી શિયળ પાળું છું. હંમેશાં જૈન સાધુઓને મસ્તક નમાવું છું – વંદન કરું છું, મેં વીસસ્થાનકની આરાધના કરી, બે વાર ગુરુ પાસે આલોચના લીધી, અઠ્ઠમ-છઠ વગેરે કરીને તે પૂરી કરી, શત્રુંજય ગિરનાર, શંખેશ્વરની યાત્રા કરી, ઘણા છાત્રોને ભણાવ્યા. જિનેશ્વરની આગળ એક પગે ઊભા રહીને બે માળા ગણું છું. રોજ વીસ નવકારવાળી ભગવાન સમક્ષ ઊભા રહીને ગણું છું. ૫૮ સ્તવનો, ૩૪ રાસાની મેં રચના કરી. તેનાથી પુણ્યપ્રસાર થયો અને ઘણા સુખની પ્રાપ્તિ થઈ. ગીત-સ્તુતિ આદિ રચનાઓ કરી ને પુણ્ય અર્થે સાધુઓને ભેટ ધર્યા. આ ઉપરાંત કેટલીક બાબતોની ઈચ્છા રાખી છે. દ્રવ્ય હોય તો ઘણું દાન કરવું. જિનમંદિર બનાવું, બિંબ ભરાવું, ઠાઠમાઠથી બિંબપ્રતિષ્ઠા કરાવું, સંઘ કાઢીને સંઘપતિનું તિલક ધારણ કરું, દેશવિદેશમાં અમારિ-પ્રવર્તન કરાવું, પ્રથમ ગુણસ્થાનકની જયણા કરું, જે હીન મનુષ્ય છે એને પુણ્યશાળી કરું - આમ હું જૈન આચારો પાળું. આમ વાત કરતાં પણ અપાર સુખ ઊપજે છે. મારા મનની એવી અભિલાષા છે કે આ સાંભળીને કોઈ આત્મકલ્યાણ કરે. તો હું એ પુણ્યનો ભાગીદાર થાઉં. આમ ઋષભદાસ કવિ વિચારે છે. પરોપકાર માટે આ વાત કહી. એનાથી મારા મનનો સંદેહ પણ દૂર થયો. (ઢાલ ૧૦૯ - ઉતારો આરતી અરિહંતદેવ, રાગ ધન્યાસી) વંદીયે વિજયાણંદસૂરિરાય, નામ જપતા સુખ સબળું થાય. વંદીયે. ૩૦૮૬ તપગચ્છનાયક ગુણ નહિ પારો, પ્રાગવંશ હુઓ પુરુષ તે સારો. વંદી, ૩૦૮૭ સાહ શ્રીવકુલે હંસ ગયંદો, ઉદ્યોતકારી જિમ દિનકરચંદો. વંદી, ૩૦૮૮ લાલબાઈ સુત સીહ સરિખો, ભવિક લોક મુખ ગુરુનું નીરખો. વંદી, ૩૦૮૯ ગુરુનામે મુજ પોહોતી આસો, હીરવિજયસૂરિનો કર્યો રાસો. વંદી, ૩૦૯૦ પ્રાગવસે સંઘવી મહિરાજો, તેહ કરતો જિનશાસન કાજો. વંદી) ૩૦૧ પા. ૩૦૮૭.૨ અપારો (તે સારો ને સ્થાને). ૩૦૯૬

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398