Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 393
________________ ૩૫૮ . શ્રાવક કવિ ઋષભદાસકૃત ૩૧૨૩ ૩૧૨૪ એમ પાલું હું જૈન આચારો, કહેતાં સુખ તો હોય અપારો. વંદી, પણ મુજ મન તણો એહ પ્રણામો, કોએક સુણી કરે આતમ કામો. વંદ પુણ્ય વિભાગ હુઈ તવ હારે, ઈસ્યું અષભકવિ આપ વિચારે. વંદ૦. પર ઉપગાર કાજે કહિ વાત, મન તણો પણ સંદેહ જાત. વંદી, ૩૧૨૫ ૩૧૨૬ આ છેલ્લી કળશની ઢાળમાં, હીરવિજયસૂરિની રચના પૂર્ણ કરવાથી કવિ પોતાના હૃદયમાં પ્રગટ થતો આનંદ વ્યક્ત કરે છે. જેમનું નામ મંત્ર સમાન છે એવા હીરગુરુને વંદન કરો, વંદન કરો. જ્યારે એમનો જન્મ થયો ત્યારે ઘરમાં આનંદ થયો. એ પછી એમણે સૌનો ઉદ્ધાર કર્યો હીરવિજયસૂરિને દીક્ષા આપ્યા પછી ગચ્છની જ્યોત પ્રબળ થઈ. ગચ્છનાયક શ્રી રાજવિજયસૂરિ શ્રી વિજયદાનસૂરિને પગે લાગે છે. હીરગુરુ જ્યારે પદવી ગ્રહણ કરે છે ત્યારે શત્રુંજયની યાત્રા છૂટી થઈ. શાહ ગલ્લો સંઘપતિનું તિલક ધારણ કરી પરિવાર સાથે શત્રુંજયની યાત્રાએ ગયો. હીરગુરુના રાજ્યમાં અનેક કાર્યો થયાં. મુગલ બાદશાહો એમનાં ચરણોમાં નમ્યા. સાધુ-શ્રાવકોની સંખ્યા વધી, ઘણાં મંદિરો થયાં, જિનબિંબો ભરાયાં, અમારિ-પ્રવર્તનના પડહ ચોમેર વાગ્યા. જ્યારે હરિગુરુ દિવંગત થયા ત્યારે ઘંટારવ થયો, ઘણા દેવો એકત્ર થયા. થુભ આગળ ગાન કરી હીરને મનમાં ધારણ કર્યા. વાંઝિયા આંબાને ફળ આવ્યાં. યુક્તિથી હીરગુરુનો રાસ જ્યારે રડે ત્યારે ઘણી મેઘવૃષ્ટિ થઈ. પૃથ્વી પર સુકાળ પ્રવર્યો. દેશમાં સૌ માનવીઓને શાતા-સુખ પ્રાપ્ત થયાં. સાધુઓનાં સન્માન-પૂજા થયાં, વિહાર વધ્યો, ધર્મ અને કર્મ સુખપૂર્વક ચાલવા લાગ્યાં. વળી જે કોઈ “હીર રે, હીર રેની માળા જપે તે આ જગતમાં ઋદ્ધિરૂપી રમણી સાથે મહાલે. કવિ ઋષભદાસ રંગથી સ્તવના કરે છે. એનાથી અંગે સુખશાતા થાય છે. તેમજ સકળ સંઘને પણ સુખ થાય છે. હીરનું નામ જપવાથી દેવ, નરનારી અને પશુપંખીઓ – સૌ સુખ પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રી હીરવિજયસૂરિરાસ સંપૂર્ણ વિ.સં. ૧૭૨૪ વર્ષે ભાદરવા સુદ ૯ને શુક્રવારે શ્રીમતપાગચ્છના ભટ્ટારકશ્રી ૨૧ શ્રી વિજયરાજસૂરીશ્વરના રાજ્યમાં, સકલપંડિતસભાશૃંગારહારભાલસલતિલકાયમાન પંડિત શ્રી ૭ શ્રી દેવવિજયગણિશિષ્ય પંડિતોત્તમ પંડિતપ્રવર પંડિતશ્રી ૫ શ્રી તેજવિજયગણિશિષ્ય, પંડિત શ્રી ૩ શ્રી ખિમાવિજયગણિશિષ્ય મુનિ સૂરવિજયજીએ આ રાસ શ્રી સાદડી નગરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના પ્રસાદથી પોતાને વાંચવા માટે લખ્યો છે. ઇતિ શ્રેયઃ.

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398