Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 389
________________ ૩૫૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત પડિક્કમણું પોષધ પૂજાય, પુણ્ય કરતા ઘાઢા જાય; પ્રભાવના વ્યાખ્યાને જ્યાંહિ, સાહામીવાચ્છલ્ય હોયે પ્રાપ્તિ. ૩૦૮૧ ઉપાશરો દેહરું ને હાટ, અત્યંત દૂર નહિ તે વાટ; ઠંઢિલ ગોચરી સોહિલ્યા આંહિ, મુનિ અહિં રહેવા હીડ પ્રાહિં. ૩૦૮૨ ઈસ્યું નગર –બાવતી વાસ, હીર તણી તિહાં જોડ્યો રાસ; * પાતશા ખુરમ નગરનો ધણી, ન્યાયનીતિ તેહનિ અતિ ઘણી. ૩૦૮૩ તાસ અમલે કીધો મેં રાસ, સાંગણસુત કવિ ઋષભદાસ; સંવત સોળપંચ્યાસીઓ (૧૯૮૫) જમેં, આસો માસ દસમી દિનતસે. ૩૦૮૪ ગુરુવારે મેં કીધો અભ્યાસ, મુઝ મન કેરી પુહુતી આસ; શ્રીગુરુનામે અતિ આનંદ, વંદુ વિજયાબંદસૂરદ. ૩૦૮૫ જેમનું નામસ્મરણ કરતાં મોટું સુખ મળે એવા વિજયાણંદસૂરિને વંદન કરું છું. તેઓ તપગચ્છના નાયક છે ને એમના ગુણનો પાર નથી. પોરવાડવંશમાં એ ઉત્તમ પુરુષ થયા. તે શાહ શ્રીવંતના કુળમાં હંસ અને ગજેંદ્ર સરખા છે, સૂર્યચંદ્ર સમા ઉદ્યોતકારી છે. લાલબાઈના આ પુત્ર સિંહ સરખા છે. હે ભવિકજનો, ગુરુના મુખનું દર્શન કરો. ગુરુનામે મારી આશા પૂર્ણ થઈ. મેં હીરવિજયસૂરિનો રાસ ર. પોરવાડ વંશમાં સંઘવી મહારાજ થયા. તે જિનશાસનનાં કામો કરતા. શત્રુંજય તીર્થની યાત્રા કરાવીને તેમણે સંઘપતિનું તિલક ધારણ કર્યું હતું. એમણે સમ્યકત્વ સહિત બાર વ્રત ધારણ કર્યા હતાં. દરરોજ જિનેશ્વરની પૂજા કરતા. દાન, દયા ને દમ (સંયમ) ઉપર જેને રાગ હોય તે માણસ મુક્તિનો માર્ગ સાધી શકે. મહિરાજના પુત્ર સંઘવી સાંગણ થયા. એમણે પણ સમ્યક્ત્વસહિત બાર વ્રત સ્વીકાય, (થંભણ) પાર્શ્વનાથને પૂજીને અવતાર સફળ કર્યો. સંઘવી સાંગણનો પુત્ર એવો હું આ રાસ જોડીને બહુજનતારક બન્યો. કવિને કોઈ પ્રશ્ન કરે છે “મને ખરો જવાબ આપો. માણસ ઉપદેશ આપે પણ તે પોતાને ચેતવવા માટે હોય. અંગારમદક આચાર્ય થઈ ગયા. તેમણે બીજાને તો તાય પણ પોતે ડૂબા. નંદિપેણ ગણિકાના ઘેર રહી, બીજાને ઉપદેશ આપીને તારતા હતા પણ પોતે ડૂબતા હતા.” કવિ ઋષભદાસ કહે છે કે “તમે સારું પૂછ્યું. બીજાને ઉપદેશ દેતાં પહેલાં પોતે બિંદુ જેટલો પણ ધર્મ કરવો જોઈએ.” આણંદ, શંખ અને પુષ્કલી જેવા શ્રાવકો થયા તેની બરોબરી કોઈ કરી શકે નહીં. ઉદયન, બાહડ અને જાવડશા જેવા થઈ ગયા તેના પગની રજ પણ આપણાથી થવાય એમ નથી. વીરપ્રભુનો માર્ગ લઈને પુણ્યકરણી કરવી જોઈએ. ઊગતે સૂર્યો – પ્રભાતકાળે જિનેશ્વરનું નામ લેવું. સવારે ઊઠી પ્રતિક્રમણ કરવું. બિયાસણાનું વ્રત કરવું. બાર વ્રત સ્વીકારવાં, ચૌદ નિયમ ધારવા. અન્યને દેશના આપીને સ્ત્રીપુરુષોને તારવાં. ત્રિકાળ પા. ૩૦૮૫.૨ વંદો ટિ. ૩૦૮૧.૧ ઘાઢા = દહાડા

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398