Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
૩૪૮
શ્રાવક કવિ ઋષભદાસકૃત
૩૦૩૩
૧૬૧૦માં ગચ્છનાયકપદ, અને સં. ૧૬પરમાં કાળધર્મ.
આ ગુરુમહારાજને આબાલવૃદ્ધ સૌ વંદન કરો. હીરસૂરિનો રાસ રચીને મારી કવિજનની આશા પૂરી થઈ. ઋષભદેવપ્રભુના પ્રથમ ગણધર પુંડરીકસ્વામીનો મહિમા છે. બ્રહ્મસુતા શારદાદેવી મારા ઉપર પ્રસન્ન થઈ.
(ચોપાઈ) એ નર જગપ્પાં મોટા સહી, બરાબરી એહની નવિ થઈ;
બુદ્ધિ સારુ કીધો અભ્યાસ, કીધો હરમુનિનો રાસ. ભણતાં ગણતાં કરજો જોડિ, 2ષભ કહે જિહાં દેખો ખોડિ;
તે ટાલેજો હરખું કરી, ક્રોધ માન માયા પરિહરી ! ૩૦૩૪ એક ધ્યાને ઇદ્રી ગોપવી, બહુ સુખ કાજ કવતો કવિ;
સત્તર કક્કા મેં મેલ્યા ખાસ, કીધો હરમુનિનો રાસ. ૩૦૩૫ કાજળ (૧) કાગળ (૨) કાંબળીઉં (૩) મળી,
કોડો (૪) કાંબી (૫) કાતર (૬) વળી; કોટિ (૭) કહેડિ (૮) કર (૯) કણનું (૧૦) કામ, કોડ (૧૧) ધરી કલ્યું ગુરુનું નામ.
. ૩૦૩૬ કરણ (૧૨) કરાનું (૧૩) કાય (૧૪) વશ કરી,
કવિતા (૧૫) કાવ્ય (૧૬) કવિતા (૧૭) મન ધરી; એણી પરે શાસ્ત્ર તે કષ્ટ થાત, - વાંઝી ન લહિ વિયાની વાત.
૩૦૩૭ નિર્ગુણ માની ક્રોધી જેહ, કાઢે ખોડ વખોડે તેહ, એહ જોડતાં કહીવાર, બેઠાં બોલે વચન ગુમાર.
૩૩૮ પણ એ જાણો દુષ્કર કામ, એક કહે સ્થાને કરે તામ ?
કવિ કહે ખોટી મૂરખભાષ, પુચકાજે ખરચે નર લાખ ! ૩૦૩૯ તેણે જસકીરતિ બહુ જોય, તેથી આ પુણ્ય અધિકું હોય !
મન વચન કાયા થિર થાય, રૂંધે પાપ ને પુણ્ય બંધાય. ૩૦૪૦ લહિ લાગિ ને નિરમળ ધ્યાન, ખિણમાં પામે કેવળજ્ઞાન; .
સઝાય સમો તપ ગે કો નહિ, જાય મુગતિ સિદ્ધશિલા જહિ. ૩૦૪૧ કર્યું શાસ્ત્ર નર ઉત્તમ કાય, દુર્લભબોધિથી જિનવર વાય;
મુકે બાર ને રહેતો આર, એકવીસ હોય ને ગ્રહે અઢાર. ૩૦૪૨ વાહલા સાત નવથી નાસેહ, આઠ આદરે દસ છડેહ;
ધરે દોય ને સમજે ત્રિય, તે નર જાયે કોહોનિ સરણ. ૩૦૪૩ ટિ. ૩૦૩૭.૪ વાંઝી = વંધ્યા, વીયાની = પ્રસૂતિની. ૩૦૪૧.૧ લહિ = ë, લગની ૩૦૪૧.૨
સઝાય = સ્વાધ્યાય

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398