Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
________________
૩૪૬
શ્રાવક કવિ ઋષભદાસકૃત,
ને કયાં ઘી-સાકર ને ખીર ? છીપલું ચંદ્રની, અને આગિયો સૂર્યની બરોબરી ન કરી શકે. ક્યાં કલ્પવૃક્ષ ને ક્યાં ખીજડો ? ક્યાં વાવ ને ક્યાં ગંગાનું પૂર? નામ સરખાં હોય તેથી શું ? નામથી અર્થ સરતો નથી. એમ તો જગતમાં રામ નામધારી ઘણા હોય છે. હાથીના ગળે ઘંટ હોય ને બળદના ગળે પણ ઘંટ હોય પણ એથી બળદ હાથીની તોલે આવે નહીં. લંકાનો ગઢ અને અન્ય નગરનો ગઢ બન્ને “કોટ' તો કહેવાય. પણ જેટલું ઘઉં ને બાજરીના લોટમાં અંતર છે એટલે એમાં અંતર છે.
| હેમાચાર્ય તથા સિદ્ધસેન દિવાકર મોટા કવિ થઈ ગયા. એમણે ઘણાં કામો કર્યા. એવા કવિઓની વાણી સાંભળીને મને કાંઈક જ્ઞાન આવ્યું. તો કવિતાને – કવિજનને પ્રણામ કરીને હરખથી બેચાર બોલ કવું (રચું) છું.
દુહા) તેલ સરિખા તુમ્હ ટળી, જપો તે હીરસૂરીન્દ; - રાસ રચ્યો મેં હીરનો, કવિ નામિ આનંદ. ૩૦૨૪ '(ઢાલ ૧૦૭ – નયરી અયોધ્યાથી સંચર્યા એ. રાગ – ધન્યાસી) આનંદ ભયો કવિ નામથી એ, તુલ્મ કવિ મોટા હોય;
કવિપદ પૂજીયે એ,
હું મૂરખ તુહ્મ આગળ એ, તુધ્ધ બુદ્ધિસાગર સોય. કવિ૦ ૩૦૨૫ કિહાં હસ્તી કિહાં વાછડો એ, કિહાં ખાસર ને ચીર; કવિ
કિહાં બરટીની રાબડી એ, કિહાં ધૃત સાકર ખીર. કવિ૦ ૩૦૨૬ ન મળે સીપ ને ચંદ્રમા એ, ન મલે ખજુઓ સૂર; કવિ૦.
કિહાં કલ્પદ્રુમ ખીજડો એ, વાપીઓ ગંગાપૂર. કવિ૦ ૩૦૨૭ નામે સરિખા બહુ જણા એ, બેહુના સરખા નામ; કવિ
નામે અરથ ન નીપજે એ, જગમાં ઝાઝા રામ. કવિ૦ ૩૦૨૮ ગજકંઠે ઘંટા ભલી એ, વૃષભગલે ઘંટાય; કવિ
તેણે કારણે વૃષભો વળી એ, ગજની તોડિ નવ થાય. કવિ૦૩૦૨૯ લંકાગઢ અન્ય નગરના એ, બેહુને કહીયે કોટ;
એહમાં અંતર અતિ ઘણોએ, જિમ ગહું બાજરી લોટ. કવિ૦ ૩૦૩૦ હેમાચારજ પરમુખા એ, માહાકવિ તસ નામ; કવિ
સિદ્ધસેન દિવાકરુ એ, જેણે કીધાં બહુ કામ. કવિ૦ ૩૦૩૧ અસ્યાં કવિના વચનથી એ, સુણતાં હુઓ કાંઈ જાણ; કવિ, - બોલ બિચ્ચાર હરમેં કવું એ, કરી કવિતાનિ પરણામ. કવિ૦૩૦૩૨ પા. ૩૦૨૮.૧ કવિતા નામ ટિ. ૩૦૨૬.૧ ખાસર = ખાસડું ૩૦ર૭.૧ સીપ = છીપલું ખજુઓ = આગિયો (સં. ખદ્યોત)
૩૦૩૦.૨ ગહું = ઘઉં ૩૦૩૨.૨ બિસ્માર = બેચાર
Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398