Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 379
________________ ૩૪૪ - શ્રાવક કવિ અષભદાસકૃત ભણે ગુણે વાંચે સાંભળે, તેહને બારે કલ્પદ્રુમ ફળે; - લિખેલિખાવે આદર કરે, પુણ્ય તણો ઘટ પોતે ભરે ! ૩૦૦૩ હીર તણો જે સુણસ્ય રાસ, તેહના મનની પોહોચે આસ; તસ ઘર હોયે કમળાવાસ, તેહને ઉચ્છવ બારે માસ ! ૩૦૦૪ હીરનામ સુણતાં સુખ થાય, મહઅલિ માને મોટા રાય; મંદિર મણિ સુંદર મહિલાય, હય ગય વૃષભો મહિષી ગાય !૩૦૦૫ પુત્ર વિનીત ઘરિ દીસે બહુ, શીલવતી ઘરિ દીસે વહ; સકટ ઘણાં ઘરિ વહેલ્યો બહુ, કીર્તિ કરે જગે તેહની સહુ ! ૩૦૦૬ રોગ રહિત શુભ થાનક વાસ, ઘણા લોક કરે તસ આસ; બહુ જીવે ને બહુ લજ્જાય, સોવન તણી પામે શયાય. ૩૦૦૦ જપે હરિ તણું જે નામ, કરે દેવતા તેહનું કામ; જેણે નામે વિષધરવિષ જાય, જેણે નામે ગજસિંહ પળાય. ૩૦૦૮ જેણે નામ વયરી વશ થાય, જેણે નામે દુષ્ટ દૂરે જાય; પ્રવાહણમાંહિ બૂડતો તરે, હીરનામ હિયે જો ધરે. ૩૦૦૯ ભૂતપ્રેત ન માંડે પ્રાણ, હીરના નામ જપો જગે જાણ; હીર તણા ગુણ હીઅડે ધરે, જો જીવિતાં લગિ લીલાં કરે. ૩૦૧૦ ચરિત્ર હીર તણું સાંભળી, પાપ થકી રહે પાછો ટળી; ન કરે હિંસા બોલે સાચ, વિવહારશુદ્ધિ નિરમળ કાચ. ૩૦૧૧ વેસગમન નવિ ખેલે દૂત, રાખે જૈન તણું ઘરસૂત; પાપોપગરણ મેલે નહિ, પરનિંદ્યા નવિ કિજે કહી. ૩૦૧૨ ક્રોધ માન માયા ને લોભ, ચ્યારેને નવિ દીજે થોભ; રાગદ્વેષ બળીઆ જગમાંહિ, સુણી પુરષ ! ટાલીજે પ્રાંતિ. ૩૦૧૩ ખમા-વિવેક-પૂજા આદરો, શ્રીગુરુભગતિ ભલી પર્વે કરો; ગુણ બોલે ને નિંદે આપ, સુણી પુરુષ ! ન કીજે પાપ. ૩૦૧૪ શ્રી જિનેશ્વર ભગવાન કહે છે કે જે માણસ પોતાના કાને શાસ્ત્ર સાંભળી પાપકર્મ ન ત્યજે તે પથ્થર સમાન છે. પાણીમાં પડેલો પથ્થર ભીંજાય ખરો પણ ભેદાય નહીં. તેમ ગુરુવચન સાંભળીને માણસ ડોલે ખરો પણ પાપનિષેધ ન કરે અને વૈરાગ્ય ન પામે તેને ઘણા ભવ કરવાના છે એમ જાણજો. વળી જે માણસો તેલ જેવા છે તેને ક્યાંથી શિવમાર્ગ મળે ? જે તેલ સરખા થાય તે નિશે મુક્તિપંથે પામે નહીં. તેલનું બિંદુ જળમાં પ્રસરે ખરું પણ જળને ભેદે નહીં તેવી જ રીતે જળ સરખી ગુરુની વાણી મનને ભેદે નહીં - બહાર જ રહે. ગુરુવચન સાંભળીને હાહા, જીજી કરે પણ મોટે ભાગે પાપ ત્યજે નહીં. ટિ. ૩૦૦૬.૨ સકટ = ગાડાં ૩૦૦૯.૨ પ્રવહણ = વહાણ ૩૦૧૨.૧ વેસગમન = વેશ્યાગમન, દૂત = ધૂત, જૂગટું.

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398