Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 377
________________ ૩૪૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત સ્તુતિ કરતા લહિ લાગી જોય, ઈદ્ર તણી પદવી તે હોય; વિધિ લહે તો ગણધર થાય, તીવ્ર રાગે હુઓ જયકાર ! ૨૯૮૯ લહિ લાગાનું થાનક એહ, દેવગુરુ ગુણ સ્તવીયે જેહ; રાવણ પરિ તીર્થંકર થાય, કર્મ ખપાવીને મુગતિ જાય. ૨૯૦ જ્યારે ગુરુને વંદન કરવા જાય ત્યારે પાતિકનો ચૂરો થાય છે. તે પુણ્યનું ભાથું ભરે છે ને ડગલેડગલે હળવો થાય છે. નીચ ગોત્ર કર્મ ખપાવીને ઊંચ ગોત્ર કર્મ બાંધે છે. કર્મની ગ્રંથિને છેદીને તે તીર્થંકરપણે મેળવે છે. કૃષ્ણ વાસુદેવે મુનિઓને વંદન કરવાથી ક્ષાયિક સમ્યકત્વ મેળવ્યું અને સાતમી નરકને ટાળીને ત્રીજી નરકમાં આવ્યા. આવા કૃષ્ણ ધન્ય બન્યા. શીતલાચાર્ય ગુરુના ચાર ભાણેજ શિષ્યો ગુરુવંદન માટે હૈયામાં અપાર હરખ ધરતા હતા. તેઓ ગુરુવંદન માટે આવી રહ્યા હતા પણ સાંજ પડી જવાથી નગર બહાર રોકાઈ ગયા ને વિચાર્યું કે સવારે ગુરુને વંદન કરીશું. અને એમની સ્તવના કરીશું. ભાવથી વાંદણાં દઈશું ને અપાર ભક્તિ કરીશું. આ નિર્મળ ધ્યાનને કારણે ચારે મુનિવરો કેવળી બન્યા. સવારે તેઓ જ્યારે વાંદવા ગયા નહીં ત્યારે ગુરુજી વાટ જોતાં જોતાં થાકીને જોવા ગયા કે ચારે મુનિઓ કેમ આવ્યા નહિ ? તેમણે ગુરુને આવતા જોયા પણ ઊભા થયા નહીં. ગુરુ કહે “તમે મને વંદન કરો.” મુનિઓ કહે “ભલે.” ગુરુ પૂછે છે “કાંઈ અતિશય છે ?” શિષ્યો કહે કેવલજ્ઞાન.' તરત જ ગુરુ મનમાં કશાય અભિમાન વિના કેવળજ્ઞાનીઓને વંદન કરે છે. પોતાની નિંદા અને શિષ્યોની સ્તુતિ કરે છે. કેવલીને વાંદતાં મનમાંથી મત્સરને હટાવી દીધો. એમ કરવાથી શીતલાચાર્ય પણ કેવળી થયા. પહેલાં ચાર શિષ્યો કેવલી થયા ને પછી ભાવપૂર્વક વંદન કરીને ગુરુ ભવનો પાર પામ્યા. (ઢાલ ૧૦૫ – સિંહ તણી પરિ એક્લો રે, રાગ ગોડી) પાતિક ચૂર કરે તદા રે, ગુરુને વંદને જાય; પોતે પુણ્ય હોયે ઘણું રે, ગિડગિહલુઓ થાયરે-ગુરુ વંદન કરે. આંચલી) ૨૯૯૧ નીચ ગોત્ર તે ખેપવિ રે, ઊંચું ગોત્ર બાંધેલ; કર્મગાંઠિ ટાલી કરી રે, તીર્થંકરપણું લહિ તેહો રે. ગુરુ૦ ર૯૯૨ ખાયક સમકિત પામીયો રે, ટાલી સાતમી નર્ક; ત્રીજી નરગિ આવીઓ રે, ધન્ય તું યાદવ વર્ગો રે. ગુરુ૦ ર૯૯૪ શીતલાચાર્યગુરુ તણા રે, શિષ્ય ભાણેજા રે પ્યાર; ગુરુ વંદન કાજે ધરે રે, હિયર્ડ હર્ષ અપારો રે. ગુરુ૦ ૨૯૯૪ વંદન કાજે આવતા રે, રહીઆ તે પુર બાહારો; વ્યાંહણે ગુરુને વાંદસ્ ૨, સ્તવમું બહુ તેણે ઠારો રે. ગુરુ૦ ૨૯૫ ભાવે દેટું વાંદણાં રે, કરસ્ય ભગતિ અપાર; નિરમળ ધ્યાને કેવળી રે, હુઆ મુનિવર તેહ યારો રે. ગુરુ૦ ૨૯૯૬ ટિ. ૨૯૫.૨ વ્યાંહણે = પ્રભાતે

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398