Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 375
________________ ૩૪૦ શ્રાવક કવિ ઋષભદાસા ૨૯૫૯ (ચોપાઈ). એ ચેલા ગુરુ હરના હોય, હીર સમો નવિ દુઓ કોઈ; તપે કરી ધન્નો-અણગાર, શીલે યુલિભદ્વઅવતાર. વેરાર્ગે જિમ વઈકુમાર, નેમિ પરિ બાલહ બ્રહ્મચાર; ગૌતમ પરે ગુર મહિમાવંત, રૂપું જાણું મયણ અત્યંત. ૨૯૬૦ બુદ્ધિ જાણે અભયકુમાર, સોભાગે કયવન્નો સાર; વાદે વૃદ્ધદેવસૂરિ જન્મ્યો, શાને સ્વામિ સુધર્મા અસ્યો. ૨૯૬૧ રાજ્યમાને જિમ મસૂરીન્દ, પરિવારેં જિમ ગ્રહગણચંદ; ધ્યાનેં જાણું મુની દમદંત, ક્ષમાયે કુરગડુનો જંત. ૨૯૬૨ દાનગુણે જાણું સુરતરુ, વિદ્યાર્થે જાણું સુરગુર; સાયર પરે દીસે ગંભીર, મેરુ તણી પર્વે મુનિવર ધીર. ૨૯૬૩ મેઘ પરે ઉપગારી હીર, નિરમલ જાણે ગંગાનીર; કંચન પરે દીસે નિકલંક, વિચરે સિંહ પર્વે જ નિઃસંક. ૨૯૬૪ સૂર તણી પર્વે તું દીપતો, મયગલ પરે ચાલે ગાજતો; ચંદ તણી પરે દીસે સોમ, કંચન વરણી કાયા રોમ. ૨૯૬૫ કર્મ પરે ગુખેંદ્ધિ સહી, ગ્રહગણ પરિ ફરતો ગહિગહી; ભારેખમ પૃથવીની પરે, વૃષભ તણી પરે ધોરી ધરે. ભારેડ પંખી પરે નહિ પ્રમાદ, સંખ પરે જસ ગોહિરો સાદ; વાસીચંદન સરિખા દોય, મણિ ને પાહાણ સરિખા હોય. ૧૯૬૭ સરિખા તુજ પૂજા અપમાન, સરિખો જેહને રોદન ગાન; પંકજ પર્વે નિર્લેપ જ હીર, સરિખાં રાબ અને વલિ ખીર. ૨૯૯૮ ૨૯૬૬ અનેક ગુણ દીસે ગુરુરાય, પૂરા દેવે કહ્યા ન જાય ! ૨૯૬૯ પૂરવે દેવવિમલ પંન્યાસ, સોળ સરગ તેણે કીધા ખાસ; ત્રિય સહિસને પંચાહ કાવ્ય, કર જોડી તેણે કીધા ભાગ્ય. ર૯૭૦ પાંચ હજાર અને સમપંચ, એકાવન ગાથાવત પઠનો સંચ; | નવ હજાર સાતમેં પિસ્તાલ, કરે ગ્રંથ નર બુદ્ધિ વિશાળ. ૨૯૭૧ વિકટ ભાવ છે તેહના સહી, માહરી બુદ્ધિ કાંઈ તેહવી નહિ; મેં કીધો તે જોઈ રાસ, બીજા શાસ્ત્રનો કરી અભ્યાસ. ૨૯૭ર પા. ૨૯૫૯.૧ ગુરુના સહી ૨૯૭૦.૨ ભાવ્ય ટિ. ર૯૬૩.૧ સુરગુરુ = બૃહસ્પતિ ૨૯૬૫.૨ સોમ = સૌમ્ય, શીતળ, ર૯૬૭.૧ ગોહિરો = ગંભીર

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398