Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 373
________________ ૩૩૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત પણ સાધુઓને રાજપિંડ ન ખપે એ રીતે એ લીધો નહીં ત્યારે વછરાજ ખૂબ ખુશ થયો. તેઓ વાજતેગાજતે વિદાય થયા. જયજયકાર વર્યો. આવા એકએકથી ચડિયાતા શિષ્યો હીરગુરુના હતા. તેમાંથી કેટલા ગણાવું ? સકલચંદ્ર ઉપાધ્યાય, શાંતિચંદ્ર, ભાનુચંદ્ર ને હેમચંદ્રાચાર્ય જેવા મહાન કવિ હતા. આ બધા શિષ્યો હીરગુરુના હતા. હીરગુરુ સમું કોઈ થયું નથી. તપમાં ધન્ના અણગાર, શીલમાં સ્થૂલિભદ્રના અવતાર, વૈરાગ્યમાં વજસ્વામી, નેમિનાથ જેવા બાલબ્રહ્મચારી, ગૌતમ સમાં મહિમાવંત, રૂપમાં કામદેવ સમા, બુદ્ધિમાં અભયકુમાર, સૌભાગ્યમાં કયવત્ર શેઠ, વાદમાં વૃદ્ધદેવસૂરિ, જ્ઞાનમાં સુધર્માસ્વામી, રાજ્યમાનમાં હેમચંદ્રાચાર્ય, પરિવારમાં - ગ્રહગણમાં ચંદ્રમા, ધ્યાનમાં દમદંતમુનિ, ક્ષમામાં કૂરગમુનિ, દાનગુણમાં સુરત, વિદ્યામાં બૃહસ્પતિ સમા તે હતા. તેઓ સાગર સમા ગંભીર, મેરુ સમા ધીર, મેઘ સમા ઉપકારી, ગંગાનીર સમા નિર્મળ, કંચન સમા નિષ્કલંક, સિંહ સમા વિચરનારા, સૂર્યની જેમ પ્રકાશમાન, હાથી સમા ચાલવાળા. ચંદ્ર સમા સૌમ્ય અને કંચનવર્ણ કાયાવાળા, કાચબાની જેમ પંચેન્દ્રિયોને ગોપવનારા, ગ્રહમંડળ પેઠે અવિરત વિહાર કરનારા, પૃથ્વી સમા (ગચ્છ અને ક્રિયાનો) ભાર ખમનારા, વૃષભની જેમ ધર્મની ધુરાને વહન કરનારા, ભારેડ પક્ષી સમાં અપ્રમત્ત, શંખ સમા ગંભીર નાદવાળા હતા. વાસિત અને ચંદન, પથ્થર અને મણિ, અપમાન અને પૂજા, રુદન અને ગાન, રાબ અને ખાર – એ બધું જ એમને સરખું હતું. તેઓ કમળના સમા નિર્લેપ હતા. આમ, દેવોથી પણ કહ્યા ન જાય તેવા અનેક ગુણોવાળા ગુરુ હતા. - પૂર્વે દેવવિમલ પંન્યાસ થયા. તેમણે સોળ સર્ગમાં અને ત્રણ હજાર ને પાંચ શ્લોકોમાં હીરસૌભાગ્યમ્' મહાકાવ્ય રચ્યું છે. બીજો પપપ૧ ગાથાનો અને ત્રીજો ૯૭૪૫ ગાથાનો ગ્રંથ એમણે રચ્યા છે. એમના તો ઉમદા ભાવો છે. મારી બુદ્ધિ તો તેવી નથી. છતાં મેં એ ગ્રંથો જોઈને તેમજ બીજાં શાસ્ત્રોનો અભ્યાસ કરીને આ “રાંસ રઓ છે. મોટાનાં વચનો સાંભળીને આ વૃત્તાંત – ચરિત્રની રચના કરી છે. એમાં ઓછું વતું જે કાંઈ કહ્યું હોય તે માટે મિચ્છામિ દુક્કડમ્ કહું છું. પુણ્ય નિમિત્તે મેં આ રાસ રચ્યો છે અને પુણ્યથી જ મારી આશા પૂર્ણ થઈ છે. વળી પુણ્યથી જ મને આ રાસ રચવાનો મનોરથ થયો. એથી ભવોભવનો પાપરૂપ મેલ દૂર થયો. હાથ જોડીને મેં જેની જગમાં જોડી નથી એવા હીરગુરુના ગુણ ગાયા. આ પૂર્વે અનેક ગચ્છપતિ થયા પણ હીરગુરુ સમા કોઈ નહીં. ગ્રહમંડળમાં જેમ ચંદ્ર, દેવોમાં જેમ ઈદ્ર, રાજાઓમાં જેમ રામ, સતીઓમાં જેમ સીતા, મંત્રમાં જેમ નવકારમંત્ર, તીર્થોમાં જેમ શત્રુંજય, જિનેશ્વરોમાં જેમ ઋષભશિંદ, ચક્રવતીઓમાં જેમ ભરતરાજા, પર્વતમાં જેમ મેર, સર્વ માર્ગોમાં જેમ મોક્ષમાર્ગ નદીઓમાં જેમ ગંગા મહાન છે તેમ સર્વ ગચ્છપતિઓમાં હરિગુરુ મોટા છે. વળી, સૌ ઘટમાં કામકુંભ, બ્રહ્મચારીઓમાં નેમકુમાર, નગરીઓમાં વિનીતાનગરી, વિનયવંતોમાં લક્ષણ, પર્વોમાં પર્યુષણ, સર્વ જ્યોતિમાં સૂર્ય તરુવરોમાં કલ્પવૃક્ષ, સ્ત્રીઓમાં મરુદેવી, સરોવરોમાં માનસરોવર, ગાયોમાં કામધેનુ, જેમ મોટાં છે તેમ સૌ

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398