Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 372
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૩૦ ખટ હજાર બાંભણ મલ્યા, ભોજન કાજે ત્યાંહિ; કલ્યાણવિજય તિહાં આવીઆ, રાજપીપલામાંહિ. ૨૯૪૩ વછ ત્રવાડી પુરધણી, વિબુધ-સુર-કવિરાય; ન્યાય નીતિ દાતા વડો, ભૂખ્યો કોઈ ન જાય. ૨૯૪૪ કલ્યાણવિજય તેણે તેડીઆ, મેલી વિખસભાય; - વાદ કરો નર તુહે ભલો, કરસ્ય નરતો ન્યાય ૨૯૪૫ ત્રિય તત્ત્વ ભટ થાપતા; હરિ(૧)શાહાણ(૨)શિવધર્મ(૩); કરતા(૧)હરતા(૨)પાળતા(૩), સઘળે વ્યાપ્યો બ્રહ્મ. ૨૯૪૬ વાચક કહે એ નવિ મલે, સઘળે સાંઈ ન હોય ! અશુચિમાં તે કિમ રહે, કરતા કર્મ જ જોય ! ૨૯૪૭ સાંઈ ન સરજે અસુરને, જેહ હણતા ગાય; - નિચ ઊંચ દુર્બલ સુખી, નવિ સરજે મહારાય ! ૨૯૪૮ હરતાં હત્યા ઉપજે, પાલતે હોઈ પ્રેમ; ક્રોધાદિક પાખે વળી, કેરી પરિ મિલક્ષ્ય એમ ! ૨૯૪૯ ગુરુ બ્રાહ્મણ તે સહી, ખરો જો પાળે વ્રત પંચ, હિંસા(૧) જૂઠું(૨) અદત્ત(૩) મૈથુન(૪), નહિ પરિગ્રહનો સંચ. (પ) ૨૯૫૦ શૈવધર્મ સાચો સહી કરતા માને કર્મ, દેવ અકોય દયા ધર્મ, ગુરુ પાળે જે બ્રહ. ૨૯૫૧ (કવિત) દેવ અગ્નિ ને ઇસ, હરિ ઉચ્છંગ નારી; ઉમયા છે મંસ, હાથિ પગ મુખિ મારી, પાણિ તીરથ જાસ, અજા મારતાં ધર્મ; ગુરુ સંયોગ જાસ, નામ કહેવાયે બહા. ગૌપૂછ પૂજે, સીસ નમાવે સાપને; કવિ ઋષભ એણી પરિ ઉચ્ચરે; કહી પરિ તારે આપને ! ૨૯૫૨ સભામાં બન્ને પક્ષે દલીલો થઈ અને એમ કરતાં કોઈએ મયદ્ય રાખી નહીં. દલીલમાં બંધાઈ ગયેલા બ્રાહ્મણો કાંઈ બોલ્યા નહીં ત્યારે વચ્છરાજ બોલ્યા, “જૈનધર્મ સાચો છે. તેમનું દેવસ્વરૂપ સાચું છે. અને તેમના નિગ્રંથ ગુરુ પણ સાચા છે. તમે તો અંધારિયા કૂવામાં પડેલા છો. એમનું કલ્યાણવિજયનું) પંડિતપણું સારું છે. પહેલાં તેઓ બુદ્ધિશાળી વણિક હતા. પછી મુનિવર થયા. તેમની વ્યાકરણશુદ્ધિ પણ સારી છે.” આમ બ્રહ્મણોને વખોડ્યા અને આ સાધુની પ્રશંસા કરી. વસ્ત્ર આદિ આપ્યાં. ટિ. ૨૯૫૧.૨ અકોય = અક્રોધી ૨૯૫૨.૨ મંસ = મહેશ

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398