________________
શ્રી હીરવિજયસૂરિરાસ
ન્યાયનીતિસંપન્ન, કવિ અને દાતા હતા. તેને આંગણેથી કોઈ ભૂખ્યો જતો નહીં. ભેગી થયેલી સભામાં કલ્યાણવિજયને પણ આમંત્રણ અપાયું. રાજાએ કહ્યું, ‘તમે વાદ કરો. હું તેનો યોગ્ય ન્યાય કરીશ.’
તે વખતે બ્રહ્મણોએ ત્રણ તત્ત્વની સ્થાપના કરી. ૧. હિર, ૨. બ્રાહ્મણ અને ૩. શિવધર્મ. ૧. હરિ એટલે ઈશ્વર જ કર્યાં, હર્તા અને પાલક છે. અને તે સર્વત્ર વ્યાપ્ત છે. ૨. બ્રાહ્મણ તે ગુરુ છે. ૩. શિવધર્મ જ સાચો ધર્મ છે.
કલ્યાણવિજય વાચક પ્રત્યુત્તરમાં કહે છે, સઘળે હરિ વ્યાપ્ત નથી. તો તો અશુચિમાં પણ ઈશ્વર માનવા પડે. ત્યાં એ કેમ રહે ? વળી ઈશ્વર કર્યાં નથી. નહિતર જે ગાયની હત્યા કરે છે એવા અસુરને એ કેમ સર્જે ? વળી ઈશ્વર ઊંચનીચ, સુખી-દુઃખી એવા ભેદવાળું સર્જન કેમ કરે ?
ઈશ્વરને હર્તા તરીકે માનીએ તો તે હત્યા કરનારા ગણવા પડે ને પાલક તરીકે માનીએ તો પ્રેમાળ ગણવા પડે. ક્રોધાદિક (ગુણ-દુર્ગુણ) વિના સંહાર ને પાલન એમ બન્ને કેવી રીતે હોઈ શકે ? વળી, જે બ્રાહ્મણ પાંચ મહાવ્રત પાળતો હોય એટલે કે હિંસા, જૂઠ, અદત્ત, મૈથુન અને પરિગ્રહનો ત્યાગ જેણે કર્યો હોય તે જ સાચો ગુરુ ગણાય. જો કર્મને કર્તા માને તો શૈવધર્મ સાચો છે.
૩૩૫
સંક્ષેપમાં કહીએ તો અક્રોધી તે દેવ, દયા તે ધર્મ ને બ્રહ્મચર્ય પાળે તે ગુરુ.
કેટલાક અગ્નિને દેવ માને છે, કોઈ હિ૨ (વિષ્ણુ)ને દેવ માને, પણ એમના ખોળામાં સ્ત્રી છે, કેટલાક મહેશને દેવ માને છે પણ તેઓ ઉમિયાને ઇચ્છે છે. વળી હાથમાં ખડ્ગ ને મુખે મારવાની વાત હોય છે. ગંગા-યમુના વગેરે નદીને તીર્થ માને ને પશુની હત્યામાં ધર્મ માને. ગુરુ સંયોગી હોય ને કહેવાય બ્રહ્મ. ગાયના પુચ્છને પૂજે ને સાપને માથું નમાવે. ઋષભદાસ કવિ કહે છે કે આવી રીતે જે ધર્મ કરે તે આત્માને કઈ રીતે તારે ?
(દુગ્ધ)
તેજવિજય તપીઓ સહી, લીયે શુદ્ધ આહાર;
પ્રીતિવિજય ઈર્યા ભલી, મુગતિ-નારી ભજનાર. આણંદવિજય તપીઓ હવો, ફરી લ્યે નિઃરસ આહાર; બાર દિવસ અણુસણ કરી, સૂર ઈશાનેં સાર. વિનીતવિજય વિદ્યા ભલી, તપીઓ નિરસ આહાર; લોટિ છાસીનું પારણું, સમતા શીલ અપાર. ધર્મવિજય મધુરો મુખે સમતા શીલ (ને) જ્ઞાન; આડંબર નિંદા નહિ, વેયાવચ્ચ નહિ માન. હીરશાસનેં વાદી બહુ, ધર્મસાગર ઉવજ્ઝાય; સાગર પરેિં બહુ તાણીઆ, નાખ્યાં દૂર જાય.
૨૯૨૬
૨૯૨૭
૨૯૨૮
૨૯૨૯
૨૯૩૦