________________
૩૩૪
શ્રાવક કવિ ઋષભદાસકૃત
વિનીતવિજય નીરસ આહાર કરનારા તપસ્વી હતા. તેઓ લોટ અને છાશથી તપનું પારણું કરતા. અપાર સમતા અને શીલવાળા હતા.
ધર્મવિજય મધુરભાષી, સમતા-શીલ-જ્ઞાનવંત હતા. તેઓ આડંબર, નિંદા, માન વિનાના અને વૈયાવચ્ચની અપેક્ષા વિનાના હતા.
ધર્મસાગર ઉપાધ્યાયે કેટલાય વાદીઓને સાગરની જેમ તાણીને દૂર ફેંકી દીધા. પાસાગર મોટા વાદી હતા. તેમણે નરસિંહ ભટ્ટને જીતી લીધો હતો. સિરોહીના રાજા સમક્ષ વ્યાખ્યાનસભામાં યજ્ઞમાં કરવામાં આવતી પશુહિંસાનો નિષેધ કર્યો. તે સભામાં બ્રાહ્મણ સાધુઓ પણ હતા. તે પૈકી એકે કહ્યું, “અમે બકરાને અમારી ઈચ્છાથી નહીં, પણ એની પ્રાર્થનાથી મારીએ છીએ. તે કહે છે કે “અમને જલદી મારો, જેથી પશુભવમાંથી છૂટીને સ્વર્ગમાં જઈએ !”
પદ્મસાગર એની વાતને નકારતાં કહે છે, “ના, ના, એ પશુ તો એમ કહે છે કે અમે પશુ છીએ તે જ બરાબર છે. અમે સ્વર્ગની વાત કરતાં નથી. જો તમારે સ્વર્ગમાં મોકલવાં જ હોય તો તમારા પિતા-પુત્ર આદિને (યજ્ઞમાં હોમીને) દેવલોકમાં મોકલો.”
આમ પાસાગરજીના વચનથી બ્રાહ્મણો હારી ગયા, ને ચૂપ થયા. એ વખતે કરમશી ભંડારીએ પ્રશ્ન કર્યો, “જેમ કોઈ પુરુષ નિર્વાણ પામ્યો હોય તેની પ્રતિમા બનાવી તેની સ્ત્રી પૂજા કરે તો તે કશું આપી શકતી નથી એમ મૂર્તિપૂજા વ્યર્થ છે.'
પદ્મસાગરજી કહે છે, “એક પુરુષને બે સ્ત્રીઓ હતી. પુરષ પરદેશ ગયો એટલે બન્ને સ્ત્રીઓમાંથી એક તેની મૂર્તિની પૂજા કરતી હતી, બીજી એ મૂર્તિ પર પગ મૂકતી ને મસ્તક ઉપર થૂકતી. પતિ પરદેશથી આવ્યો ત્યારે (બંનેના વર્તનની જાણ થતાં) જે પૂજા કરતી હતી તેને માનીતી બનાવી ને જે ઘૂંકતી હતી તેને હડધૂત કરી કાઢી મૂકી. એ રીતે ઋષભદેવ આપણા નર છે અને આપણે એની બે નારીઓ જેવા છીએ. જે પૂજા કરે તે પદવી પામે ને ભૂંડી તિરસ્કૃત થાય.”
આ સાંભળી રાજા ખુશ થયો. કહે, “આ સાધુ સારા છે. એણે ભંડારીનો મદ ઉતાર્યો, જે રોજ મૂર્તિપૂજાનો વિરોધ કરીને ઘણાની સાથે વાદવિવાદ કરતો હતો.'
આ જ રીતે એમણે દિગંબર વાદીને પણ જીતી લીધા. દિગંબર શ્રમણો એવો મત સ્થાપે છે કે કેવળી આહાર લે નહીં અને સ્ત્રીને મોક્ષ મળે નહીં?
દિગંબર માન્યતા પ્રમાણે સ્ત્રીને મોક્ષ કેમ મળે નહીં એ માટે ઋષભદાસ કવિ અહીં એક રમૂજમાં કહેવાયેલું સંસ્કૃત અવતરણ ટાંકે છે : “દિગંબરી સ્ત્રી રાત્રે પતિના લિંગને, સવારે ભગવાનના લિંગને, અને મધ્ય ગુરુના લિંગને જુએ છે. આમ (તેનું બ્રહ્મચર્ય અસ્થિર હોવાથી) તેને મોક્ષ નથી.' કલ્યાણવિજય ઉપાધ્યાયે કરેલો વાદ
કલ્યાણવિજય ઉપાધ્યાય મોટા વિદ્વાન, તાર્કિક, ત્યાગી અને વ્યાખ્યાનકાર હતા. એક વાર વિચરતાં તેઓ રાજપીપળા આવ્યા. ત્યાંના રાજા વચ્છ ત્રવાડી ત્રિવેદી)ના નિમંત્રણથી છ હજાર બ્રાહ્મણો. બ્રહ્મભોજન માટે ભેગા થયા હતા. રાજા પોતે