Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 376
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૪૧ મોટાં વચન સુણી જે વાત, તે જોડી આયો અવદાત; ઓછું અધિકું કહ્યું હોય જેહ, મિચ્છાદુક્કડ ભાખું તેહ ! ૨૯૭૩ પુણ્ય નિમિતે કીધો મેં રાસ, પુર્યે પુહુતી માહરી આસ ! પુયે એહ મનોરથ થયો, પાતિગ મહેલ ભવભવનો ગયો. ૧૯૭૪ ગાયો હીરવિજય કર જોડી, જેહની જર્ગે દીસે નવિ જોડી; અનેક ગષ્ણપતિ આગે હોય, હર સમો નવિ દીસે કોય ! ૨૯૭૫ ગ્રહગણમાંહિ વડો જિમ ચંદ, સુરમાંહિ જિમ મોટો ઈદ; રાજામાંહિ જિમ મોટો રામ, સતીમાંહિ સીતાનું નામ. ૨૯૭૬ મંત્રમાંહિ મોટો નવકાર, જિમ તીરથમાંહિ શેત્રુંજો સાર; જિનમાંહિ મોટો ત્રષભશિંદ, ચક્રમાંહિ જિમ ભરત નરીદ. ૧૯૭૭ પરવતમાંહિ વડો જિમ મેર, પંથમાંહિ જિમ મુગતિનો સેર; નદીમાંહિ જિમ ગંગાનીર, ગછપતિ સહુમાં મોટો હીર ! ૨૯૭૮ કામકુંભ ઘટમાંહિ જેમ, બ્રહ્મચારીમાં મોટો નેમ; નગરીમાં વનિતા જ વિશેષ, વિનયવંતઋાં લખમણ એક. ૧૯૭૯ પર્વમાંહિ પજુસણ હોય, સૂર્ય સમો નહિ જ્યોતે કોય; કલ્પવૃક્ષ તરૂઅરમાં સાર, સ્ત્રીમાં મરૂદેવ્યા અવતાર. ૨૯૮૦ સરમાં માનસરોવર સોય, કામધેન ગૌમાંહિ જોય; ગછમાંહિ તપગચ્છ ગંભીર, ગછપતિ મોટો ગુરુ હર ! ૨૯૮૧ સુરનર ગુણ જેહના ઉચ્ચરે, ત્રઢષભકવિ ગુણમાલા કરે; કર્મ ખપે પુન્ય હોયે ઘણું, સમકિત નિર્મળ તે આપણું. ૧૯૮૨ એક ગુણ રાજાદિકના ગાય, તે નર સુખીઆ ઈહાં કણે થાય; પ્રાપ્તિ પામે પરભવ હાણ, લોભે અધમ કસ્યો ગુસખાણ. ૨૯૮૩ એક વખાણે નારી રૂપ, ઈહાં સુખ નહિ પરભવ દુઃખ; કુપ રગત મંસ હાડના ખંડ, સોય વખાણે અમૃતકુંડ. ૨૯૮૪ એક તો વેસર જોડી આહિ, ઈહાં કણિ દુઃખીઆ હોય માંહિ; પરભવ દુઃખ પામે નિરધાર, સાર પુરુષને કરે અસાર. ૨૯૮૫ એક મુરખ જોડે ગુણ ભાંડ, આ ભવ પરભવ તસ મુખે ખાંડ; ખોટા બોલ પરગટ ઉચ્ચરે, થાયે ભાંડ ચિંહુગતિમાં ફરે. ૧૯૮૬ કુગુરુ કુદેવ તણા ગુણ ગાય, અર્થસિદ્ધિ કિસી નવિ થાય; સુગુર સુદેવની નિંદા કરે, ધર્મ ઉથાપી ચિહું ગતિ ફિરે. ૨૯૮૭ ઇસ્યા કવિ હુઆ જગે બહુ, સ્તવતા પાર ન પામ્યા કહું સુગુરુ સુદેવ તણા ગુણ ગાય, આ ભવ પરભવે સુખી થાય. ૨૯૮૮ પા. ૨૯૮૨.૨ લખે પુણ્ય જે હોઈ ઘણું ટિ. ૨૯૭૯.૨ વનિતા = વિનીતાનગરી

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398