Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 378
________________ શ્રી હીરવિજયસૂરિરાસ - ૩૪૯ વાહણે ન જાયે વાંદવા રે, ગુરુ જુએ તીહાં વાટ; જોવા કારણ ગુરુ ગયા રે, નાવ્યા તે સ્યા માટે રે. ગુરુ) ૨૯૯૭ ગુરુને દીઠા આવતા રે, ઊભા તે નવિ થાય; ગુર કહે ઘો તમે વાંદણા રે, વાર કહે મુનિરાયો રે. ગુર૦ ૨૯૯૮ ગુરુ પૂછે અતિસહિ કિસ્યો રે ! શિષ્ય કહે કેવલજ્ઞાન; તવ વેગે ઘે વાંદરાં રે, મૂકી મન અભિમાનો રે. ગુર૦ ૨૯૯૯ નિંદ્યા આપ કરંતડા રે, સ્તવતા શિષ્યને રે ત્યાં હિ; વાંદતાં હુઆ કેવલી રે, મચ્છર નહિ મન માંહિ રે. ગુરુ. ૩000 શીતલાચાર્ય કેવળી રે, પહેલાં ચેલા એ આર; ગુરુ વંદન ભાવે કરી રે, પામ્યા ભવનો પાર રે. ૩૦૦૧ આવા શ્રી હરિગુરુના ગુણો જાણીને મેં તેમની સ્તવના કરી પૂર્વનાં પાતિક ટાળ્યાં. સકલસિદ્ધિ પોતાને ઘેર આવી. - આ રાસને જે ભણે, ગણે, વાંચે ને સાંભળે તેને બારે કલ્પવૃક્ષ ફળશે અને જે એને લખે-લખાવે અને આદર કરે તે પુણ્યરૂપી ઘડો ભરશે. હીરગુરુનો રાસ જે સાંભળશે તેના મનની આશા પૂર્ણ થશે. તેને ઘેર લક્ષ્મીનો વાસ થશે, તેને ઘરે બારે માસ ઓચ્છવ થશે. હીરનું નામ સાંભળતાં સુખ થાય. મોટા રાજાઓ તેને આ પૃથ્વી પર માન આપે, મણિ મંદિર, સુંદર સ્ત્રી, હાથી, ઘોડા, બળદ, ગાય, ભેંસ વગેરે તેને મળે. તેના ઘરમાં વિનીત પુત્રો, શિયળવંતી સ્ત્રી, ગાડાં, વહેલો હોય અને જગતમાં લોકો તેની ઘણી કીર્તિ કરે. રોગરહિત શરીર, શુભ સ્થાનમાં વાસ હોય અને લોકો તેની આશા કરે. તે ઘણું જીવે, ઘણું સુખ પામે ને સોનાની શય્યા એને મળે. જે હીરનું નામ જપે એનું કામ દેવતાઓ પણ કરે. એમના નામથી સાપનું ઝેર પણ ઊતરી જાય ને હાથીસિંહ પણ ભાગી જાય. એમને નામે દુશમન પણ વશ થાય ને દુષ્ટ/દુરિત દૂર થાય. એમનું નામ જો હૈયામાં ધારે તો વહાણમાં ડૂબતો તરી જાય. હીરનું નામ જપવાથી ભૂતપ્રેત કાંઈ કરી શકે નહીં. જે હીરના ગુણ હૈયે ધરે તે જીવતાં સુધી લીલાલહેર કરે. હીરનું ચરિત્ર સાંભળી પાપથી પાછો વળે, તે હિંસા ન કરે, સત્ય બોલે, કાચ જેવી નિર્મળ વ્યવહારશુદ્ધિ રાખે, વેશ્યાગમન ન કરે, ધૂત ન રમે, ઘરસૂત્ર – ઘરની મર્યાદા જાળવે, પાપના ઉપકરણને રાખે નહીં, પરનિંદા ન કરે, ક્રોધ, માન, માયા, લોભને આશરો ન આપે. જગતમાં બહુ બળિયા રાગદ્વેષને પ્રાયઃ ટાળવા જોઈએ. ક્ષમા, વિવેક, પૂજાને આદરો ને રૂડી રીતે ગુરુભક્તિ કરો. ગુણસ્તુતિ કરવી, સ્વની નિંદા કરવી અને પાપ કરવાં નહીં. | (ચોપાઈ) એહવા શ્રીગુરુના ગુણ લહી, હીરવિજયસૂરિ સ્તવીયા સહી; પૂરવપાતિક ટાળ્યાં વહી, સકલસિદ્ધિ નિજમંદિર થઈ. ૩૦૦ર ટિ. ૨૯૯૯.૧ અતિસહિ = અતિશય

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398