________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૩૪૫
કોઈ માણસ જગતમાં લોઢા જેવો છે. એને અગ્નિમાં તપાવે એટલે લાલ થઈ જાય પણ અગ્નિ જતાં જ કાળું ને કાળું. એની લાલશ જતી રહે. એમ એવો માણસ ગુરુ સંયોગે ધર્મબુદ્ધિવાળો થાય, પણ ગુરુથી અળગો થતાં જ, હોય એવો ને એવો જ. ધર્મમાંથી જે નર પાછો પડે છે તે લોહ જેવો છે. પણ જે સોના જેવો થઈને પાછો લોઢું બનતો નથી તે ઉત્તમ નર છે. ગુરુની વાણી સિદ્ધરસ જેવી છે અને આત્મા લોઢા જેવો છે. ગુરુવચનથી જે ભેદાયો તે જ સાચો ધર્મી છે.
| (દુહા)
શ્રી જિનવર મુખ્ય ઇમ કહે, શાસ્ત્ર સુણી નિજ કાન; પાપકર્મ નવિ પરિહરે, તે નર પથ્થર સમાન.
૩૦૧૫ જળમાં પડીઓ પાછાણીઓ, ભજે પિણ નહિ ભેદ; ગુરુવચને નર ડોલતો, ન કરે પાપનિષેદ.
૩૦૧૬ બહુ ભવ તેહને જાણજો, સુણી ન લહે વેરાગ;
તેલ સરિખા જે નરા, તેહને કહાં શિવમાગ ? ૩૦૧૭
(ઢાલ ૧૦૬ - કહિણી કરણી તુજ વિણ સાચો. એ દેશી) મુગતિપંથ નવિ પામે નિ, તેલ સિરિખા થાય છે;
જળપ્પાં મૂક્યું પસરે પ્રેમેં, ભેદી ભૂલી ન જાય જી. ૩૦૧૮ જળ સરખી ગુરુની જે વાણી, નવિ ભેદે મનમાંહિ જી;
હાહા જીજી મુખે બહુ કરતો, પાપ ન મુકે પ્રાહિં જી. મુ0 ૩૦૧૯ એક નર જગમાં લોઢા સરિખા, અગનિ મળે તવ રાતો જી;
અગનિ ગયે કાળાનું કાળું, રગતપણું તલ જાતો જી. મુ૦ ૩૦૨૦ ગુરુસંયોગિ મિળ્યો નર જ્યારે, ધર્મમતિ હોઈ ત્યારે જી;
જવ ગુરુથી તે અળગો ઊઠ્યો, તવ નિજ પરિણતિ સંભારે જી. મુ0 ૩૦૨૧ ધર્મ થકી જે નર પડે પાછા, તે સાધરસ લોહ સરીખો જી;
કંચન ફીટી લોહ નવિ થાયે, તે ઉત્તમ જગે પુરુષો જી. મુ૦૩૦૨૨ સિદ્ધરસ સરિખી વાણી ગુરુની, આતમ લોહ સરિખોજી; ગુરુવચને ભેદાણો પૂરો, તે ધરમી નિત નિરખોજી. મુગ) ૩૦૨૩
તમે તેલ જેવા મટીને હીરસૂરીશ્વરને જપો. મેં આનંદપૂર્વક (આગલા) કવિઓના નામથી (નામસ્મરણ કરીને) હીરસૂરિનો રાસ રચ્યો છે.
મોટા કવિઓના નામથી આનંદ થાય છે. તમે તો મોટા કવિઓ છો. એ કવિપદની તો પૂજા જ કરીએ. તમારી આગળ હું તો મૂર્ખ છું. તમે બુદ્ધિના સાગર છો. ક્યાં હાથી ને ક્યાં વાછરડું ? ક્યાં ખાસડું ને ક્યાં ચીર ? ક્યાં બંટીની રાબડી પા. ૩૦૨૧.૨ તવ તે પાર સંભારે જી ૩૦૨૩ કડી નથી. ટિ. ૩૦૨૦.૨ રગતપણું = લાલાશ.